ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 13 મે 2024 (13:03 IST)

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

ahmedabad hit and run
ahmedabad hit and run

અમદાવાદ શહેરમાં એસજી હાઇવે પર અનેક અકસ્માતો થાય છે. ત્યારે ગત 10 મેના રોજ સવારે 10:30 વાગ્યાના અરસામાં એક અકસ્માત થયો હતો. જેમાં 15 વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું. પૂરપાટ ઝડપે આવતી એક ઇકો ગાડીએ અમનને 200 મીટર જેટલો ઢસડીને ઇજાગ્રસ્ત કર્યો હતો.

સમગ્ર ઘટના સોલા સિવિલ હોસ્પિટલની સામે જ બની હતી. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ઇકો કાર કબ્જે કરી છે, જ્યારે તેનો ચાલક ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે. અમદાવાદ શહેરમાં રબારી કોલોની વિસ્તારમાં રહેતા અમનને સવારે ઇકો ગાડી દ્વારા અડફેટે લઈને ગંભીર ઇજાગ્રસ્ત કર્યો હતો.

સવારે 9 વાગ્યે અમન ઘરેથી નીકળી મેટ્રોમાં એસજી હાઈવે ઉપર આવેલી આરસી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે નીકળતો હતો. રોજની જેમ ગત શુક્રવારે સવારે પણ કોલેજમાં એસાઈનમેન્ટ સબમિસન માટે કોલેજ પહોંચ્યો હતો. આ દરમિયાન અમન મિત્ર સાથે હાઈવે સાઈડની બાજુ રોડ પર કરવામાં આવેલા સફેદ પટ્ટાની અંદરની સાઈડ ઊભો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે એક ઇકો ગાડી આવી અને અમનને ઢસડીને 200 મીટર દૂર સુધી લઈ ગઈ હતી. બમ્પ આવતાં ગાડી ઊછળતા આગળ અને પાછળના ટાયર અમનની છાતી પરથી ફરી વળ્યાં હતાં.સમગ્ર ઘટના નજીકના એક ઢાબા પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના હાજર તબીબે અમનને મૃત જાહેર કર્યો હતો.