ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 મે 2019 (12:20 IST)

ધોરાજીમાં હની ટ્રેપની ઘટનાઃ કુખ્યાત પાયલ બુટાણીએ ઓઈલમીલના માલિકને બ્લેકમેલ કર્યો

ગુજરાતમાં અનેકવાર હની ટ્રેપની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહી છે અને હવે તેમાં વધારો પણ થઈ રહ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ધોરાજીમાં ઓઈલમીલના માલિકને કુખ્યાત લેડી ડોન પાયલ બુટાણીએ બદનામ કરી નાંખવાની ધમકી આપી હની ટ્રેપમાં ફસાવ્યો હતો. 
કુખ્યાત લેડી ડોન પાયલ બુટાણી અને તેના સાગરીતોએ ઓઈલમીલના માલિકને બ્લેકમેલ કરી 20 લાખની રકમ માંગી હતી અને જો તે નહીં આપે તો બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી.ઓઇલ મિલના માલિક પાસેથી કેસ ના કરવા માટે 50 હજાર રોકડા લેવામાં આવ્યા છે. 
આ ઘટના સામે આવતા પોલીસે 2 મહિલાઓ સહિત 3 પુરુષો સામે ગુનો દાખલ કર્યો હતો. થોડા સમય પહેલા રીન્કુ સિસોદીયા નામની યુવતીને ઓઈલ મિલના માલિકે લિફ્ટ આપી હતી. રિન્કુને લિફ્ટ આપ્યા બાદ મિલ માલિકને ધમકીઓ મળવા લાગી હતી. ધમકી આપ્યા પાછળ પાયલ બુટાણીનું નામ ખૂલ્યું હતું. અને તેને સામે આવીને સમાધાન કર્યું હતુ. 
આ કેસમાં પાયલ બુટાણી સામે બ્લેક મેઈલિંગ સહિતની 16 ફરિયાદ નોંધવામાં આવી છે. પાયલ બુટાણી અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકી છે. પાયલ બુટાણી સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે જાણીતી છે. થોડા વર્ષો પહેલા રાજકોટમાં એક કારમાંથી દારૂ અને બીભત્સ સાહિત્ય સાથે બે યુવતીની ધરપકડ કરવામાં આવી, જેમાંથી એક પાયલ બુટાણી હતી. જે બાદમાં તેનું નામ ચર્ચામાં આવ્યું હતું.