સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (13:43 IST)

ઘોડાની દોડમાં યુવાનનું ભયાનક મોત

થાંભલાથી અથડાયુ ઘુડસવાર યુવકની મોત થઈ. કચ્છના  માંડવીના ત્રગડી ગામની સીમમાં ગઈકાલે રવિવારે અશ્વદોડ યોજાઈ હતી. આ દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાતા ઘોડે સવાર યુવકનું એક વીજ સ્તંભ સાથે ટકરાયા બાદ ગંભીર ઇજાઓના કારણે મોત થયુ હતું.

ઘોડે સવાર રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો રેસ દરમિયાન ધૂળની ડમરીઓના કારણે માર્ગની બાજુમાં લાગેલા વિજ સ્તંભ સાથે ટકરાઈ ગયો હતો. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

આ રેસ શરૂ થયા બાદ પૂર્ણતા ભણી આગળ વધી રહી હતી ત્યારે જ ત્રગડી ગામના રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો ધૂળની ડમરીઓને કારણે માર્ગ નજીક લાગેલા વીજ-થાંભલા સાથે ટકરાયો હતો. ઘોડો ટકરાતાં યુવક જમીનમાં પટકાઈ ગયો હતો. એમાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં મૃત્યુ થયું હતું.