સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ
કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે સમગ્ર અમદાવાદમાંથી ફાયરની ગાડીઓ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ ફાયરની ચાર ગાડી, ગાંધીનગર ફાયરની બે ગાડી, કલોલ નગરપાલિકાની એક ગાડી, વડસર એરફોર્સની એક ગાડી, અરવિંદ મિલની એક ગાડીએ લાખો લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો
કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઇ હતી. આગના પગલે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ હતી. . મોડી રાત્રિ સુધી કોઈ જાનહાનિના સમાચારા મળ્યા નથી. જોકે, ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયું છે. દિવાળી પહેલા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરી સળગી ઉઠતાં લાખોનું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.