સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑગસ્ટ 2025 (17:52 IST)

ભુજમાં છોકરીએ છોકરાને સોશિયલ મીડિયા પર બ્લોક કરતા, છોકરાએ છરી ચલાવી

bhuj girl murder case news
ગાંધીધામના પ્રેમસબંધને લઈને છરીના ઘા મારી હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભુજની સંસ્કાર કોલેજમાં ભણતી અને ગાંધીધામની રહેવાસી સાક્ષી ભુજના કોલેજમાં પ્રથમ વર્ષમા% અભ્યાસ કરતી હતી તેને તેમના પ્રેમી મિત્ર મોહિતે તેને સાંજે છ વાગ્યે છરીના ઘા મારી હત્યા કરી નાખી છે. 
 
શું છે મામલો 
ગાંધીધામના ભારતનગરમાં સાક્ષી રહે છે તે ભુજના સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી ગુરુવાર સાંજે લગભગ છ વાગ્યાના સમયે તે કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જતી હતી ત્યારે કોલેજના ગેટની પાસે આરોપી મોહિત મૂળજી સિદ્ધપુરા, જે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહે છે, બાઈક પર પોતાના મિત્ર 22 વર્ષીય જયેશ ઠાકોર સાથે આવ્યો હતો. વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલી છરી કાઢી સાક્ષીબેનના ગળાના ભાગે ઘા મારી દીધા હતા.
 
બન્ને પ્રેમ સંબંધમા હતા 
પોલિસ દ્વારા તપાસમાં બહાર આવ્યું કે સાક્ષી અને આરોપી મોહિત બન્ને એક જ સોસાયટીમાં રહેતા હતા અને બન્ને વચ્ચે ત્રણ . વર્ષથી પ્રેમ સંબંધમાં હતા પણ સાક્ષીના માતા-પિતાને આ સંબંધ મંજૂર ન હતા તેંથી તેને સાક્ષીને છોકરાથી વાત ન કરવા અને દૂર રહેવાની ચેતવણી આપી હતી. માતા પિતાની વાત માનતા સાક્ષીએ મોહિતને બધા સોશિયલ મીડિયા અકાઉંટથી બ્લૉક કરી નાખ્યો હતો. આ વાતથી યુવક ગુસ્સે ભરાઈ ગયો. અને સાક્ષીને મળવા તેમના મિત્ર જયેશ ઠાકોર  સાથે બાઈક પર ભુજ પહોંચ્યો ત્યાં સાક્ષી કોલેજથી બહાર આવતા મોહિત સાક્ષી વચ્ચે વાતચીતમાં બોલાચાલી થઈ ત્યારે મોહિત તેમની પાસેથી છરી કાઢીને સાક્ષીને ગળા ઝીંકી નાખ્યો.