બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ્ , મંગળવાર, 13 જૂન 2017 (12:58 IST)

ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર ફેંકાઈ બંગડીઓ.. જાણો સ્મૃતિએ શુ કહ્યુ...

ગુજરાતના અમરેલી શહેરમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહેલ કેંન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર બંગડીઓ ફેંકવા મામલે પોલીસે એક વ્યક્તિની આજે ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ 20 વર્ષની વ્યક્તિની ઓળખ અમરેલી જીલ્લાના મોટા ભંડારિયા ગામ નિવાસી કેતન કાસવાલાના રૂપમાં થઈ છે. 
 
અમરેલીમાં યોજાયેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમ દરમિયાન એક યુવકે જાહેરમાં ઉભા થઈને ખેડૂતોનું દેવું માફ કરો તેવી માગણી સાથે છૂટી બંગડીના ઘા કર્યા હતા. બાદમાં પોલીસે આ યુવકની અટકાયત કરી હતી. આ અંગે આજે સ્મૃતિ ઇરાનીએ કહ્યું, ‘એક પુરુષને મહિલા પર આક્રમણ કરવા માટે મોકલ્યો, કૉંગ્રેસની આ સ્ટ્રેટેજી ખોટી છે. ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે એટલે આ પ્રકારના કરતબોની મને અપેક્ષા છે.’
 
ઉલ્લેખનીય છે કે મોદી સરકારના ૩ વર્ષની ઉજવણી પ્રસંગે અમરેલીમાં કેન્દ્ર સરકારની 3 વર્ષની કામગીરી લોકો સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય ટેક્ષટાઈલ્સ મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં ખેતીવાડી તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ અમરેલી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ઈરાનીનું પ્રવચન ચાલતું હતું ત્યારે વિશાળ જનમેદની વચ્ચે એક યુવક ઉભો થયો હતો અને મંત્રી સામે ખેડૂતોનું દેવું માફ કરો તેમ કહી છુટી બંગડીઓના ઘા કર્યા હતા. બાદમાં કેતન કસવાળા નામના આ યુવકનીની પોલીસે અટકાયત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ આ વ્યકિતને કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવ્યે હોવાનું જણાવ્યું હતું અને ચૂંટણી નજીક આવી રહી હોવાથી કોંગ્રેસ હજુ આવા ઘણા ખેલ કરશે તેમ કહ્યું હતું.
અમરેલીમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના વિરોધમાં કાળી પટ્ટીઓ બાંધીને સુત્રોચ્ચાર સાથે કાર્યક્રમ સ્થળે વિરોધ પ્રદર્શન કરાયું હતું તેમજ બંગડીઓ અને આંતરવસ્ત્રો ફેંકવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ધારાસભ્ય પરેશ ધાનાણી, માજી સાંસદ વીરજી ઠુમર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબાર સહિત 30 જેટલા કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
મોડી સાંજ સુધી તેમને છોડવામાં નહી આવતા કાર્યકરોએ પોલીસ લોકઅપમાં રામધુન બોલાવી હતી.