ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 21 મે 2018 (11:14 IST)

અન્ય પુરૂષ સાથે સેક્સ સંબંધ બાંધવાનો ઈંકાર કર્યો તો પતિ-સાસુએ મહિલાને ઢોર માર માર્યો

અમદાવાદના મેઘાણીથી એક હેરાન કરનારી ઘટના સમએ આવી છે. જ્યા એક વ્યક્તિએ માતા સાથે મળીને પોતાની પત્નીની નિર્દયતાથી પિટાઈ કરી. લાઈવ મારપીટનો સીસીટીવી ફુટેજ પણ સમએ આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમં પતિ અને સાસુ 5 વર્ષીય બાળક સામે મહિલાને મારતા જોવા મળી રહ્યા છે.  પોલીસે પીડિતાની ફરિયાદ પર મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. 
માહિતી મુજબ મહિલાનો પોતાની સાસુ સાથે કોઈ વાતને લઈને ઝગડો થયો.   વીડિયોમં દેખાય રહ્યુ છે કે મહિલા પોતાના બાળકને ખોળામાં લઈને બહાર જઈ રહી છે. ત્યારે તેની સાસુ રોકવાની કોશિશ કરે છે. એ વાતને લઈને મારામારી શરૂ થઈ ગઈ. આ દરમિયાન મહિલાનો પતિ ખાટલા પરથી ઉઠે છે અને તેને મારવા માંડે છે. એ બંને પીડિતાને લાત વડે મારતા દેખાય રહ્યા છે.  આ બધુ જોઈને બાળક જોર જોરથી ચીસો પાડે છે પણ તે પોતાની માતાને મારથી બચાવી શકતો નથી. 
ફરિયાદમાં પીડિત મહિલાએ કહ્યું હતું કે તેને અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ ઘટના બાદ તેનો પતિ ફરાર થઇ ગયો છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેની સાસુ એક ગાંધીનગરના અધિકારી સાથે જવાનું દબાણ કરી રહ્યા હતા. પોતાનું કામ કઢાવવા માટે દબાણ કરતા હતા.. જેનો વિરોધ કરતા તેને મારવામાં આવી રહી છે.