ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (13:09 IST)

ચા બનાવવાની ના પાડતાં પત્નીને ફટકરી, પ્રાઇવેટ પાર્ટમાં ભરી દીધું લાલ મરચું

ગુજરાતના અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ પોતાની પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં લાલ મરચું ભરી દીધું છે. પત્નીએ ચા બનાવવની ના પાડતાં નારાજ હતો. કેસ સાબરમતી વિસ્તારનો છે. પોલીસ પતિ અને મહિલાની સાસુ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 
 
ગુજરાતમાં હિંદુ પરિવાર શીતળા સાતમ ઉજવે છે. અહીં ઘરમાં જમવાનું બનાવવામાં આવતું નથી. એક દિવસ પહેલાં જમવાનું બનાવી લેવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે વાસી ભોજન જમવાનું હોય છે.
 
પોલીસે જણાવ્યું કે પીડિતાની સાસુએ તેને ચા બનાવવા માટે કહ્યું. તેને એમ કહીને ના પાડી દીધી કે આજે ચૂલો સળગાવવામાં નહી આવે. આ વાતને લઇને તેની સાસુ સાથે માથાકૂટ થઇ ગઇ. આ દરમિયાન પતિએ તેની સાથે મારઝૂડ કરી. 
 
મહિલાએ જણાવ્યું કે ત્યારબાદ તે ઘરમાં ચા નહી બનાવે બહારથી લાવીને પીવડાવી દેશે. તે ઘરની બહાર નિકળી તો તેની સાસુ અને પતિને તેનો પીછો કર્યો છે. તે પોલીસ લોકોએ તેનો પીછો કરીને તેના પર પથ્થર ફેંક્યા અને ખેંચીને ઘરમાં લઇ આવ્યા. 
 
મહિલાએ આરોપ લગાવ્યો કે ઘરમાં આવીને તેનો અહીં અટક્યો નહી. તેણે તેના પ્રાઇવેટ પાર્ટમાં લાલ મરચું ભરી દીધું અને ત્યારબાદ તેની સાથે મારઝૂડ શરૂ કરી દીધી. અને મહિલા બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધાવી. 
 
મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ ઘણીવાર ત્રાસ આપે છે. તે ઘણીવાર પિયર જતી રહી અને પછી પરિવારવાળાઓએ સમજાવીને તેને સાસરી મોકલી દીધી. આખરે પરેશાન થઇને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે જણાવ્યું કે મહિલાની ફરિયાદ બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી.