સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (11:40 IST)

Hyderabad Gang Rape Murder Case: હૈદરાબાદ રેપ કેસ એનકાઉંટર પછી અનુપમ ખેરે તેલંગાના પોલીસ માટે કર્યુ ટ્વીટ, જય હો...

હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે રેપ અને જીવતી સળગાવી દેવાના મામલે પકડાયેલા ચારેય આરોપીઓના એનકાઉંટરમાં માર્યા જવાના સમાચાર આવ્યા છે. રેપ અને હત્યાના આ મામલે દેશભરમાંથી લોકો વચ્ચે રોષ હતો. સોશિયલ મીડિયા સહિત અનેક પ્લેટફોર્મ પર આરોપીઓને મારવાની ભલામણ કરવામાં આવી રહી હતી. આવામાં તેલંગાના પોલીસે આજે સવારે જ્યારે આરોપીઓને ક્રાઈમ સીન પર લઈને ગઈ તો તેમણે ત્યાથી ભાગવાનો પ્રયત્ન કર્યો જેને કારણે પોલીસને એનકાઉંટર કરવુ પડ્યુ.  આ દરમિયાન ચારેય આરોપી માર્યા ગયા. આ સમાચારથી લોકોનો ગુસ્સો થોડો ઠંડો થયો છે. બોલીવુડ સેલેબ્સમાં પણ આ કેસની ચર્ચા થઈ અને જેને કારણે અનુપમ ખેરે ટ્વીટ કરી જય  હો ના નારા લગાવ્યા છે.