બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 21 નવેમ્બર 2021 (11:16 IST)

સ્વચ્છતા સર્વેક્ષણ-ર૦૨૧માં ગાંધીનગર સમગ્ર દેશના રાજયોના પાટનગરમાં સૌથી સ્વચ્છ પાટનગર બન્યું

સ્વચ્છતા સર્વેક્ષણ-ર૦૨૧માં ગાંધીનગર સમગ્ર દેશના રાજયોના પાટનગરમાં સૌથી સ્વચ્છ પાટનગર બન્યું  સ્વચ્છ સર્વેક્ષણ 2021ના વિજેતાઓની જાહેરાત થઈ ગઈ છે. મધ્યપ્રદેશનું ઈન્દોર સતત પાંચમી વખત પ્રથમ સ્થાને રહ્યું છે. રાષ્ટ્રપતિ
રામનાથ કોવિંદે આજે વિજેતાઓને સન્માનિત કર્યા હતા. સ્વચ્છ સર્વેક્ષણ 2021માં ગુજરાતનું સુરત બીજા નંબરે રહ્યું છે.આંધ્રપ્રદેશનું વિજયવાડા ત્રીજા નંબરે રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન શહેર 2.0 અંતર્ગત ભારતને કચરા મુક્ત બનાવવાના પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટિકોણ પર કચરા મુક્ત શહેરોની શ્રેણી અંતર્ગત પ્રમાણિત શહેરોને આ સમારોહમાં
સામેલ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ તથા શહેરી કાર્ય મંત્રાલયની પહેલ સફાઈમિત્ર સુરક્ષા ચેલેન્જના શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં શહેરોને માન્યતા આપતા
સફાઈ કર્મીના યોગદાનીની પ્રશંસા કરવામાં આવી હતી. આ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં 4320 શહેરો-નગરોને સામેલ કરવામાં આવ્યા છે.