શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (12:33 IST)

ન્યૂ ઇયરની સિક્રેટ પ્લાન કરી રહ્યા છો તો ચેતી જજો! નહીતર લોકઅપમાં વિતાવતી પડશે રાત

હવે નવા વર્ષની શરૂઆતને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોરોનાના નવા વરિએન્ટના ખતરાને ધ્યાનમાં રાખતાં ન્યૂ ઇયર પાર્ટી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યુવાનો ન્યૂ ઇયરના સેલિબ્રેશન માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે પરંતુ ઓમિક્રોનના ખતરાએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. 
 
31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાનોએ 2022ને આવકારવાનો સિક્રેટ પ્લાન બનાવી દીધો છે, જેને રોકવા માટે પોલીસ સજ્જ છે. પાર્ટીમાં કોને કોને બોલાવીશુ જેવા અનેક મુદ્દા ઉપર શહેરના મોટા ભાગના કાફે પર ખુફિયા મિટિંગ શરૂ કરી દેવામાં આવી છે. પાર્ટી માટે યુવાઓએ ફંડ પણ ભેગુ કરવાનું શરૂ કરી દીધું છે.જો શહેરમાં ડ્રગ્સ પાર્ટી, દારૂ પાર્ટી કે પછી હુક્કા પાર્ટી કરશો તો સીધા લોકઅપમાં જવાના દિવસો આવશે.
 
31 ડિસેમ્બરની રાતે નવા વર્ષને આવકારવા માટે લાખોની સંખ્યામાં ભીડ શહેરની અલગ અલગ જગ્યા પર ઊમટી પડતી હોય છે. સીજી રોડ, સિંધુ ભવન રોડ સહિતની જગ્યા પર યુવાઓ ઊમટી પડતા હોય છે અને આતશબાજી કરી એન્જોય કરતા હોય છે, જોકે કોરોનાનું ગ્રહણ એવું લાગ્યુ છે કે વર્ષ 2019ની 31 ડિસેમ્બરની એ રાત ક્યારે પાછી આવશે તેવું યુવાઓ વિચારતા હોય છે.
 
 યુવાઓએ થર્ડી ફર્સ્ટની પાર્ટી માટે આયોજન કરી દીધા છે, જેના માટે ફાર્મ હાઉસ અને ખેતર બુક કરી દીધા છે. પોલીસ અમદાવાદ અને અમદાવાદ જિલ્લામાં દરોડા પાડે છે તે યુવા તેમજ ઓર્ગેનાઇઝર જાણે છે. આથી તેમણે પોલીસના દરોડાથી બચવા માટે અમદાવાદથી 50 કિલોમીટર દૂર આવેલા ફાર્મ હાઉસ બુક કરી દીધા છે.
 
મોજ-મસ્તી કરવા માટે નીકળેલા યુવાઓને કંટ્રોલમાં કરવા માટે હજારો પોલીસ રોડ પર ડ્યુટી કરશે, જેમની પાસે બ્રેથ એનેલાઇઝર હશે. જો દારૂ પીધા પછી વાહન ચલાવતા પકડાશો તો સીધા પકડાઇ જશો અને જેલમાં જવાનો વારો આવશે.