સેલવાસમાંથી ધો.11નો વિદ્યાર્થી ગુમ, દરેક નોટબૂક પાછળ આતંકી સંગઠનોનાં નામ લખેલા મળ્યાં

silvaas
Last Modified શનિવાર, 7 માર્ચ 2020 (13:28 IST)

સેલવાસમાં ધોરણ 11નાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તારીખ 29મી ફેબ્રુઆરીથી ગુમ થયો છે. જેના કારણે પરિવાર ઘણો જ ચિંતિત છે. આ વિદ્યાર્થી ભણવા અને રમતગમતમાં ઘણો સારો છે. તેના ગુમ થયા બાદ પરિવારે સ્થાનિક પોલીસને આ અંગેની જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ વિદ્યાર્થીની દરેક નોટબૂક પાછળથી અનેક ચોંકાવનારી ઇસ્લામિક દેશો અને આંતંકવાદીઓનાં નામ લખેલી માહિતી મળી છે.
મળતી માહિતી પ્રમાણે, આ ગુમ વિદ્યાર્થી છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં કેટલાક વિધર્મી યુવાનો સાથે સંપર્કમાં હતો. તે વિશ્વમાં ઇસ્લામિક રાષ્ટ્રો વધારવાની અને સ્થપાવવાની ચર્ચાઓમાં પણ ભાગ લઇ રહ્યો હતો. વિદ્યાર્થીનાં પિતા સાથે જ્યારે અમારા સંવાદદાતાએ વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, 'અમારો દીકરો કંઇ કહીને કે કોઇપણ ચિઠ્ઠી મુકીને નથી ગયો. તે ગયો બાદમાં અમે તેની નોટબૂક તપાસી કે તેમાંથી અમને કંઇ જાણવા મળે. ત્યારે તેની નોટબૂક્સમાં અમને અરેબિયન દેશો જેમકે, બાંગલાદેશ, પાકિસ્તાન, ઇરાકનું નામ લખેલા જોવા મળ્યાં.

આ સાથે રિયાઝ અને સદામ જેવા નામ પણ લખ્યા હતાં. પોલીસની તપાસમાં તેનું પહેલું લોકેશન નડિયાદ હતું.' ગુમ વિદ્યાર્થીનાં માતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 'મને ચિંતા છે કે તે ખોટા હાથમાં આવી જશે તો તે ખરાબ વ્યક્તિ બની જશે. જેનાથી ઘણી જિંદગીઓ બરબાદ થઇ શકે છે. આવું તેની સાથે ન થવું જોઇએ. મેં તેની માટે જ્યારે પણ સપનું જોયું છે ત્યારે તે સારો વ્યક્તિ બને તેવું જ ઇચ્છ્યું છે. હાલ સેલવાલ પોલીસ મોબાઇલ લોકેશનથી આ ગુમ વિદ્યાર્થીની તપાસ કરી રહી છે. અનેક સોશિયલ મીડિયામાં પણ વિદ્યાર્થી ગુમ થયાની માહિતી આપવામાં આવી છે.


આ પણ વાંચો :