શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જુલાઈ 2021 (08:01 IST)

સુરતમાં સસરાએ પુત્રવધુને કહ્યું, રેપ ક્યા હોતા હૈ, મેં તુજે બતાતા હું, મેરે પાસ રહે, તેરા હર શોખ પુરા કરુંગા

મહિલાઓ પર પારિવારિક અને સાસરિયાઓ દ્વારા થતા અત્યાચારોમાં વધારો થયો છે. એક કેસમાં પુત્રવધુને સસરાએ બિભત્સ ભાષામાં વાત કરી હતી. ‘ચલ બેઠ ગાડી મે, રેપ કયા હોતા હૈ, મે તુજે બતાતા હું, એવુ સસરાએ પુત્રવધુને કોર્ટ સંકુલમાં કહી અપહરણની ધમકી આપતા પરિણીતાએ અડાજણ પોલીસમાં પતિ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.

અડાજણ પાલ રોડ પર રહેતી 37 વર્ષીય પરિણીતા માર્ચમાં મોપેડ પર ઘરે જતી હતી ત્યારે રસ્તામાં એલપી સવાણી રોડ પર શોરૂમ પાસે સસરાએ પુત્રવધુને ઊભી રાખી કહ્યું કે, ચલ બેઠ ગાડી મે, રેપ કયા હોતા હૈ, મે તુજે બતાતા હું, મારો છોકરો તને નહિ રાખે, તુ મારી પાસે રહે અને તું મને ખુશ રાખ તો હું તારા બધા શોખ પુરા કરીશ. પતિએ વિડીયો કોલ કરી શર્ટ કાઢી કેટલા પૈસા જોઇએ એમ કહી 200 અને 2 હજારની નોટો ફેંકી બદનામ કરી નાખીશ, તુ આત્મહત્યા કરી લઈશ, એવી ધમકી આપી હતી. જેથી બંને સામે ફરિયાદ આપી છે.