ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જુલાઈ 2022 (14:55 IST)

અમદાવાદમાં ગઠિયાએ ફાર્મા કંપનીના અધિકારીને એપ ડાઉનલોડ કરાવી ખાતામાંથી દોઢ લાખ પડાવ્યા

તમે ઓનલાઈન શોપિંગમાંથી વસ્તુ મગાવી છે, તેના પૈસા ફસાઈ ગયા છે, હું કહું તેમ પ્રોસેસર કરો કહીને ગઠિયાએ ટોરન્ટ ફાર્માના એક્ઝિક્યૂટિવને એપ ડાઉનલોડ કરાવી તેમના ખાતામાંથી 8 ટ્રાન્જેક્શનથી રૂ.1.56 લાખ ઉપાડી લીધા હતા.થલતેજમાં રહેતા જીગ્નેશભાઈ ઠાકર(39)એ 26 જૂને એમેઝોનમાંથી ઓનલાઈન મોબાઈલનો ઓર્ડર કર્યો હતો,

પરંતુ ઓર્ડર કન્ફર્મ ન થતાં તેમણે ગૂગલ પર એમેઝોન ટોલ નંબર સર્ચ કરી એક નંબર પર ફોન કરતા સામે વાળાએ તેમની સાથે વાત કરી ફોન કટ કરી દીધો અને બીજા નંબર પરથી જીગ્નેશભાઈ પર ફોન આવ્યો હતો.સામેવાળાએ કહ્યું કે, તમે જે વસ્તુ મગાવી છે, તેના પૈસા ફસાઈ ગયા છે. જેથી હું તમને જે પ્રોસેસ કરવાનું કહીને ક્લિક સપોર્ટ નામની એપ ડાઉનલોડ કરાવડાવી હતી, ત્યારબાદ ફોન ચાલુ જ રખાવીને તે વ્યકિત પ્રોસેસ કરાવતો હોવાથી જીગ્નેશભાઈને શંકા જતા તેમણે ફોન કટ કરી દીધો અને એચડીએફસી બેંકનું એકાઉન્ટ સ્ટોપ કરાવી દીધું હતંુ. જેથી તે વખતે તેમના એકાઉન્ટમાં કોઇ પૈસા કપાયા ન હતા. જો કે1 જુલાઈએ એકાઉન્ટ ચાલુ કરાવતા જ તેમના ખાતામાંથી 1.56 લાખ કપાઈ ગયા હતા. આ અંગે તેમણે સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી