શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

છોટાઉદેપુરના કવાંટમાં આભ ફાટયું, એકજ રાતમાં 10 ઈંચ વરસાદ

છોટાઉદેપુર: હવામાન વિભાગે 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં એકજ રાતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સમગ્ર વસ્તાર પાણી પાણી થઇ ગયો છે. તો બીજી તરફ 10 ઈંચ વરસાદને લઇ પાણી ભરાતા હેરણ નદી ગાંડીતૂર બની છે.
 
હેરણ નદી ગાંડીતૂર બનતા કાંઠા વિસ્તારના અનેક ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવવાના કારણે ગામોની સ્થિતિ ખરાબ બની છે. ત્યારે હેરણ નદી આસપાસના ગામાને જોડાતા પુલ બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જ પુલની પાસે પોલીસ કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. જેને લઇને કોઇ અઇચ્છનિય બનાવ ના બને તે માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ લોકોને નદીની આસપાસ નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
 
જ્યારે બોડેલીના કોસિન્દ્રામાં હેરણ નદીના પાણી ઘૂસી જતા 40 પરિવાર નિસહાય બન્યા છે. મોડી રાત્રે પાણી ભરાઇ જતા લોકો પોતાનો જીવ બચાવવા ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. જેને લઇને તંત્ર સ્થાનિક લોકોની મદદ પહોંચી ગયું હતું અને તમામ લોકોને ગામની પ્રાથમિક શાળામાં આસરો આપ્યો છે.