શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (20:12 IST)

દાહોદમાં 2 વર્ષ પહેલાં નાની બાળકીને બ્લેકમેલ કરી 15 લોકોએ ગુજાર્યો હતો બળાત્કાર, 2 મહિલાઓની પણ સંડોવણી

દાહોદમાં રહેનાર 15 લોકો વિરૂદ્ધ માઇનોર પર સામુહિક દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ બે મહિલાઓ વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નાબાલિગને તેના વીડિયો, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવાના આરોપમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટના વર્ષ 2019માં સર્જાઇ હતી. જાણકારી અનુસાર આ કેસમાં નામદાર એડીશનલ સેશન્સ કોર્ટના આદેશ અનુસાર દાહોદ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. 
 
દાહોદ શહેરમાં સામુહિક દુષ્કર્મનો કેસ સામે આવ્યા બાદ સંપૂર્ણ જિલ્લામાં હડકંપ મચી ગયો છે. દાહોદમાં રહેનારી એક નાબાલિગ પર વર્ષ 2019 માં 2 જુલાઇ થી 25 જુલા સુધી શહેરની નૂર મસ્જિદ પાસે પિજારવાડ, કસ્બા, મેમૂ નગર ખેર નીશા મસ્જિદ પાસે રહેનાર 15 યુવકોએ દુષ્કર્મને અંજામ આપ્યો હતો. આ 15 યુવકો સહિત આ અપરાધમાં 2 મહિલાઓ પણ સામેલ હતી. 
 
જેમાં મતિ નયન કાઝી, નિઝામ રાજૂભાઇ કાઝી, જુનેદ ઉર્ફ લલ્લી બાબૂભાઇ શેખ, અબ્દુલ અજીજ ઉર્ફ અદુલ મોહમંદ જહીર કુરૈશી, સાહીદબેગ ઉર્ફે સાહીદબાબા સબ્બીરબેગ મિર્ઝા, મોઇનુદ્દીન ખતરી, અઝરૂદ્દીન ખતરી, હસનબાબા મજિરકાઝી, હૈદર કુરૈશી, સહેજાબ શેખ, જબીર સૈયદ, ઇશરાર ઉર્ફ ઇસ્સૂ, ગજ્જૂ ઘાંચી, મુસ્કાન, બિરદોશી નિઝામ રાજૂભાઇ કાઝીની પત્ની, નિઝામ રાજૂભાઇ કાઝીની માતા આ બંને મહિલાઓને મળીને ઉપરોક્ત 15 યુવકોએ નાબાલિગના ઘર તથા શહેરના અલગ અલગ સ્થળો પર દુષ્કર્મને અંજામ આપ્યો છે. 
 
આ સંપૂર્ણ મામલે દાહોદના નામદાર એડીશનલ સેશન્સ કોર્ટમાં ફરિયાદ આવ્યા બાદ દાહોદ શહેર પોલીસે 25 સપ્ટેમ્બરના રોજ એફઆઇઆર નોંધવામાં આવી. આ મામલે પોલીસે 15 યુવકો સહિત 2 મહિલાઓ મળીને કુલ 17 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરી તેની ધરપક્ડ માટે તપાસ હાથ ધરી છે.