મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 નવેમ્બર 2021 (15:44 IST)

ગુજરાતમાં ધોરણ 9, 10 11 અને 12માં 70% વર્ણનાત્મક પ્રશ્ન પૂછાશે, શિક્ષણમંત્રીએ ફી મુદ્દે કંઈ ના બોલ્યા

રાજ્યમાં ધોરણ 9, 10 11 અને 12માં પરીક્ષાને લઈને અગત્યનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં ફાયદો થશે. વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12 સુધી 30 ટકા પ્રશ્નો હેતુલક્ષી પૂછાશે. જો કે આ જાહેરાત દરમિયાન ફી મુદ્દે શિક્ષણમંત્રી મગનું નામ મરી પાડ્યું ન હતું.રાજ્યના શિક્ષણમંત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, ધોરણ 9, 10, 11 અને 12માં હવે સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછાશે. જ્યારે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્ન પૂછાશે. જેને પરિણામે રાજ્યના 29 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો થશે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે તેવો દાવો રાજ્યના શિક્ષણમંત્રીએ કર્યો છે.
 
રાજ્યમાં કોરોના કાબૂમાં આવતા ચાર મહિના અગાઉ ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો ઓફલાઈન શરૂ કરાઈ હતી. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 11 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવ્યું હતું.