રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 22 જૂન 2022 (12:54 IST)

જામનગરમાં નશામાં ધૂત એક યુવતીએ ગાળોની રમઝટ બોલાવી,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

the video went viral on social media.
જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં મંગળવારે સમીસાંજે નશામાં ધૂત એક યુવતીએ ગાળોની રમઝટ બોલાવી દેતા આજુબાજુના રહેવાસીઓ અને ત્યાંથી પસાર થતા લોકો સ્તબ્ધ બની ગયા હતા.મોડે સુધી આ તમાશામાં યુવતીને સમજાવટ કરવા કોઈ આગળ આવતું ન હતું. મોડેથી પોલીસ આવે તે પહેલા જ યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી. પરંતુ તે પહેલા લોકોએ તેનો ગાળોથી ભરપુર વીડિયો ઉતારી લીધો હતો જે વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલા પણ ટ્વિટર પર નશામાં ધૂત મહિલાનો વીડિયો વાઇરલ થયો હતો આ પહેલા પણ નશાની હાલતમાં એક મહિલા પોલીસ અધિકારી, ટેક્સી ડ્રાઈવર અને પસાર થતા લોકો સાથે દુર્વ્યવહાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કુલ 11 ક્લિપમાં આ સમગ્ર ઘટનાને કેદ કરવામાં આવી છે. ક્લિપ્સ ક્યાં શૂટ કરવામાં આવી છે તે સ્થાન હજુ ઓળખી શકાયું નથી. પરંતુ એવું લાગે છે કે આ ઘટના મહારાષ્ટ્રમાં ક્યાંક બની છે. કારણ કે પોલીસ અધિકારીનો બેજ મહારાષ્ટ્ર પોલીસનો છે અને વીડિયોમાં વાતચીત મરાઠીમાં થાય છે. જ્યારે મોડી રાત્રે ત્રણ છોકરીઓ પાર્ટીમાંથી પાછી આવતી હતી ત્યારે આ ઘટના બની હતી. સૌથી પહેલા એક યુવતીએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને અપશબ્દો બોલવા લાગી હતી.