ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (23:42 IST)

પ્રેમમાં તો આવું બધું કરવું પડે કહી યુવકે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા, માસિક ન આવતા કહ્યું લોહી ઓછું છે એટલે નથી આવતું

પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતાં 6 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું

સગીરાનું મહિલા હેલ્પલાઇનની ટીમની મદદથી કાઉન્સેલિંગ કરતા પ્રેમીએ પ્રેમના નામે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું
 
સગીર વયની ઉંમરમાં પહોંચેલી બળકીઓના વાલીઓએ ચેતવવા જેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં વાસણા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારિરીક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દીધી છે. પ્રેમમાં આવું બધું કરવું પડે કહી તેની સાથે સંબંધ બાંધ્યા હતા. સગીરાએ એક વખત તેની મિત્રને પણ કહ્યું ત્યારે તેની મિત્રએ પણ પ્રેમમાં આવું કરવું પડે કહી દીધું હતું. સગીરાને જ્યારે પેટમાં ખૂબ જ દુઃખાવો ઉપડ્યો અને હોસ્પિટલમાં લઇ જતા ડોકટરે સગીરાને 6 મહિનાનો ગર્ભ હોવાનું જણાવતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું. સગીરાએ ફોડ ન પાડતાં આ મામલે મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવતા હેલ્પલાઇનની ટીમે તાત્કાલિક સગીરાનું કાઉન્સેલિંગ કરી યુવક સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.
 
 
અમદાવાદના હાથીજણ વિસ્તારની એક  સગીરા પોતાની બાજુમાં રહેતા એક યુવકના પરિચયમાં આવી હતી. લલચાવી ફોસલાવી અને તેને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. ધો. 10માં જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે પરિચયમાં હતી. યુવક તેને વક ખેતરમાં લઈ ગયો હતો ત્યાં શારિરીક સંબંધો બાંધવાનું કહેતા સગીરાએ આ બાબતે ના પાડતા પ્રેમમાં ઇનકાર કર્યો હતો. પ્રેમમાં આવું બધું કરવું પડે એમ કહી તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. સગીરાએ તેની મિત્રને જાણ કરી તો તેણે પણ પ્રેમમાં આવું કરવું પડે કહ્યું હતું. સગીરાના પ્રેમ સંબંધ બાબતે જાણ થતાં સગીરાના માતા-પિતાએ યુવકને બોલાવી માર માર્યો હતો અને હવેથી તેને પરેશાન ન કરવા કહ્યું હતું. પરિવાર હાથીજણ છોડી વાસણા વિસ્તારમાં રહેવા ગયા હતા.  
 
સગીરાના જન્મદિવસે જ્યારે સગીરા દાદી સાથે હાથીજણ ગઈ ત્યારે તેને સગીરાને લલચાવી અને કસમો આપી તેના ઘરે લઇ ગયો જ્યાં તેની સાથે જબરદસ્તી શારિરીક સંબંધ બાંધ્યો હતો. બાદમાં સગીરાને માસિક ન આવતા તેણે યુવકને કહ્યું હતું ત્યારે યુવકે તારા શરીરમાં લોહી નથી એમ કહી દીધું હતું. સગીરા પોતે ખૂબ ડરી ગઈ હતી. તેની માતા જ્યારે તેને માસિક ટાઈમ પર આવે છે તેવું પૂછે ત્યારે પણ ખોટું બોલતી હતી. ત્રણ દિવસ પહેલા સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલમાં ગયા હતા અને સોનોગ્રાફી કરાવતાં 6 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. જો કે સગીરા આ ગર્ભવતી મામલે ન બોલતા મહિલા હેલ્પલાઇનની મદદ લેવાઈ હતી. હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલિંગ કરતા સગીરાએ કહયું હતું  કે યુવકે સગીરાને પ્રેમમાં આવું બધું જ કરવાનું હોય તેમ કહી,કહીને બેથી ત્રણ વાર દુષ્કર્મ આચર્યું  હોવાની વાત કરતા યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે