1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (13:54 IST)

સુરતમાં પતિએ અલગ રહેતી પત્ની પર બાળકોની સામે જ છાતી,પેટ અને પગમાં ગોળી મારી

સુરતના કતારગામની એક સોસાયટીમાં મધરાત્રે વહેમીલા પતિએ અલગ રહેતી પત્ની ઉપર બાળકોની સામે ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો હતો. છાતી, પેટ અને પગમાં વાગેલી ગોળી સાથે મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા ઓપરેશનમાં લેવી પડી હતી. 16 વર્ષના લગ્ન જીવનમાં 7 વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે અલગ રહી પોતાનું ગુજરાન ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું બનેવીએ જણાવ્યું છે.પતિ કર્ણાટકનો રહેવાસી અને ફાયરિંગ કરવા જ સુરત આવ્યો હતો. ફાયરિંગ કરી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.પ્રવિણ પ્રજાપતિ(બનેવી)એ જણાવ્યું હતું કે, ટીનાએ 16 વર્ષ પહેલાં અખિલેશસિંગ સાથે પ્રેમ લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. જોકે લગ્નના થોડા સમય બાદ જ અખિલેશ વહેમિલો હોવાનું સામે આવી ગયું હતું. કોઈ સાથે પણ વાત કરતી પત્નીને એલફેલ ગાળો આપવી અને શંકા કરી મારઝૂડ કરતો થઈ ગયો હતો. વેલ્ડીંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશના બે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી. માનસિક તણાવમાં રહીને પણ એની સાથે જ જીવવા મજબૂર હતી.રાજસ્થાનની રહેવાસી ટીનાને જે કોઈ મિત્ર કે, બહેન-બનેવી મદદ કરે એની સાથે અખિલેશ એના અનૈતિક સંબંધ જોડી ગંદી ગાળો આપતો હતો. બુધવારની રાત્રે બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું બનેવીએ વધુમાં જણાવ્યું હતું.