શનિવાર, 4 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (18:16 IST)

સુરતમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ થયા ગાયબ

સુરતમાં ધોધમાર વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલુ છે. બપોરે 2 કલાકમાં સુરતમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા  રસ્તાઓ ગાયબ થઈ ગયા છે. વેસુ રોડ પર નદીઓ વહેતી થઈ સુરતમાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘસવારી યથાવત રહી છે. શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં વહેલી સવારથી જ કળા ડિબાંગ વાદળો વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. સવારથી અત્યાર સુધીમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે બપોરે 12થી 2 વાગ્યા એટલે કે બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
સુરતના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતાં. વિશેષ કરીને વરાછા, પાલનપુર જકાતનાકા, કતારગામ, પર્વત પાટિયા, રીંગ રોડ, ડિંડોલી, પાલ, અડાજણ, વેસુ સહિતના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયાં છે. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. માંડવી તાલુકાના મુઝલાવમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉશ્કેર ગામ જતા માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે.