બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (17:22 IST)

જામનગર: જોડિયામાં 7.5 ઈંચ વરસાદ, મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી

જામનગર શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં આજે શુક્રવારે સવારે મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસાવ્યો હતો. આજે સવારથી ફરી એકવાર જામનગર જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હોય તે રીતે સાંબેલાધાર વરસી રહ્યા છે. જામનગરના જોડિયા પંથકમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે જોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જામનગરના દરેડ નજીક આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં પાણી ઘૂસ્યા હતા. જામનગર શહેર ઉપરાંત જોડિયામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર 7.5 ઈંચ વરસાદ પડ્યો છે.
 
જામનગર શહેર-જિલ્લામાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે આજે શુક્રવારે વહેલી સવારે જોડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોડિયામાં વહેલી સવારે 2 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ ત્યારબાદ વધુ અઢી ઈંચ વરસાદ ખાબકતા જોડિયામાં આજે 7.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.