સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (11:55 IST)

ગુજરાતમાં 27 થી 5 ઓકટોબર સુધી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં મોડા શરૂ થવા છતા વરસાદ સારો પડી ચુક્યો છે અને હજુ આવનારા દિવસોમાં વરસાદ પડશે એવી આગાહી છે. આગામી આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . રાજ્યના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે. અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

ગુજરાતના ઘણા ભાગમાં થઇ રહેલા ભારે વરસાદના લીધે જન-જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું  છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના દક્ષિણ ભાગ સહિત ગુજરાતના ઘણા ભાગમાં ગુરૂવારે મૂશળાધાર વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના આ પશ્વિમી રાજ્યમાં આગામી ચાર દિવસોમાં વરસાદનો દૌર યથાવત રહેશે. 
 
રાજ્યમાં સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં 8 જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે અમીરગઢમાં 4 ઇંચ, નખત્રાણામાં પોણા 4 ઇંચ, ગણદેવીમાં 3.5  ઇંચ, ઉમરાપાડા, ચીખલી, અંજાર, વલસાડ, વલસાડ, કપરાડામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 18 તાલુકામાં 2 ઈંચ થી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 30 તાલુકામાં 1 ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 81.34% વરસાદ ચોપડે નોંધાયો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ વરસાદ નોંધાયો છે. 
 
દરમિયાન સારા વરસાદના પગલે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટના ભાદર, આજી, ન્યારી અને છાપરવાડી બંધોમાં અડધો ફૂટ પાણી ઉમેરાયું છે.
 
વડોદરા જિલ્લામાં વરસાદના પગલે ડેમ જળાશયોની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની સતત આવક થતાં સપાટીમાં 31 સેન્ટીમીટરનો વધારો થયો છે.
 
દરમિયાન બંગાળના અખાતમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવતા અઠવાડિયે સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. સારા પાછોતરા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.
 
રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ, દીવ, અલંગ, ભરૂચ, દહેજ સહિતના વિસ્તારોમાં દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
 
અણધારી આપદામાં અને જ્યારે પુર, વાવાઝોડા જેવી કુદરતી હોનારતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશેની જાણકારી હોય તો જાનમાલની ખૂવારી અટકાવવાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભાવનગર તથા એન.ડી.આર.એફ.ની ટીમ દ્રારા સરકારી વિજ્ઞાન કોલેજ, ગારિયાધારના વિદ્યાર્થીઓને હોનારતની સ્થિતિમાં શું કરવું ? બચાવ માટે શું કરવું? તેમજ અન્ય લોકોને તથા જાનમાલના રક્ષણ માટે કેવાં પ્રકારના પગલાં લેવાં તેના વિેશે સમજૂતિ અને જાણકારી આપવામાં આવી હતી.