શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (11:02 IST)

વડોદરા રેપમાં નવો વળાંક: ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યો કેસ, યુવતી સ્પાય કેમેરાની સોંપી તસવીરો

સંસ્કારી નગરીના 'અસંસ્કારી ઘટના'એ ચકચાર મચાવી છે. વડોદરામાં એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવાના કેસમાં હવે સરકાર સીધી દેખરેખ રાખી રહી હોવાનું સૂત્રોના હવાલે થી જાણવા મળ્યું છે. ગાંધીનગરથી સૂચના મળતાં ગુરૂવારે આ કેસની તપાસ કરી રહેલી ગોત્રી પોલીસ પાસેથી કેસ છિનવી લઇને ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યો છે. આ દરમિયાન પીડિતાએ પાવાગઢના ટ્રસ્ટી અને સીએ અશોક જૈન સાથેની સ્પાય કેમેરાની તસવીરો પોલીસને સોંપી હોવાનું ધ્યાને આવ્યું છે. 
 
 આ કેસમાં 69 વર્ષના ફરાર આરોપી સીએ અશોક જૈને ગૃહરાજય મંત્રી તથા ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે તે પોતે નિદોર્ષ છે.અલ્પુ સિંધી તેમને બદનામ કરી તોડપાણી કરી પૈસા પડાવવા ષડયંત્ર રચ્યું હતું અને તેમણે પૈસા ચુકવવાની તૈયારી ના બતાવતા ફરિયાદ કરાવી છે. બુટલેગર અલ્પુ સિંધીએ તેમને બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો અને પોતે નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપીંગ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ સહિતના તમામ ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી હતી. આ સમગ્ર કેસમાં આરોપ અને પ્રત્યારોપનો દૌર શરૂ થતાં આ સમગ્ર મામલો ક્રાઇમ બ્રાંચને હવાલે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
જાણો શું સમગ્ર મામલો 
વડોદરાની એક ખાનગી યૂનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરનાર 24 વર્ષીય વિદ્યાર્થી શહેરના સીએ પાસે લાઇજનિંગની ટ્રેનિંગ લેવા ગઇ હતી ત્યારે અલગ-અલગ દિવસે સીએ તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ વિદ્યાર્થી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી તેના અશ્લિક ફોટા વિદ્યાર્થીના મિત્રને મોકલીને વાયરલ કર્યા હતા. પોલીસે બંને વિરૂદ્ધ દુષ્કર્મના કેસની તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીની આરોપ છે કે તેને નશીલો પદાર્થ પીવડાવ્યા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. 
 
ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મૂળ હરિયાણાના રોહતકની વતની અને હાલ વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી શહેરની ખાનગી યુનવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે. યુવતીના માતા-પિતા હરિયાણા ખાતે રહે છે. યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનીંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેક્ટમાં છેલ્લા 5 મહિનાથી કામ કરે છે. 
 
આ કંપનીના માલિક અશોકભાઇએ યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો. તે સમયે આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન બાબતે અશોકભાઇ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ઇન્વેસ્ટર રાજુભાઇ વચ્ચે મિટિંગ ચાલતી હતી. જે બાદ યુવતી થોડો સામાન લઇ પોતાના વતન રોહતક જવા નીકળી ગઈ હતી. જ્યાં દિલ્હી પહોંચ્યા બાદ અશોકે યુવતી ને ધમકાવી હતી. જેથી યુવતી પરત દિલ્હીથી વડોદરા ફરી હતી અને શહેરના ગોત્રી પોલીસ મથકમાં કંપનીના માલિક અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી દીધી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં 69 વર્ષના ફરાર આરોપી સીએ અશોક જૈને ગૃહરાજય મંત્રી તથા ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે તે પોતે નિદોર્ષ છે.અલ્પુ સિંધી તેમને બદનામ કરી તોડપાણી કરી પૈસા પડાવવા ષડયંત્ર રચ્યું હતું અને તેમણે પૈસા ચુકવવાની તૈયારી ના બતાવતા ફરિયાદ કરાવી છે. બુટલેગર અલ્પુ સિંધીએ તેમને બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો અને પોતે નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપીંગ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ સહિતના તમામ ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી હતી.  
 
શહેરની લોની વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરી ન્યુડ ફોટા વાયરલ કરવાના ચકચારી બનાવમાં બુધવારે ચોંકાવનારો વળાંક આવ્યો હતો. 69 વર્ષના ફરાર આરોપી સીએ અશોક જૈને ગૃહરાજય મંત્રી તથા ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી પોતે નિર્દોષ હોવાનું જણાવી હોવાનું જણાવ્યું હતું.