શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 જુલાઈ 2024 (13:21 IST)

સુરતમાં મકાન માલિકે યુવતીને બેરહેમીથી મારી,ચપ્પુ બતાવી ધમકી આપી

Surat crime news
Surat crime news


સુરતમાં યુવતીને મકાન માલિક અને અન્ય બેથી ત્રણ લોકો દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાનો વીડિયો પણ ફરતો થઈ ગયો છે.  પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે. મકાનના ભાડાની તકરારમાં એક શખસે યુવતીના હાથ પકડી રાખ્યો હતો જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક માર માર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહે છે. છેલ્લા બે મહિનાનુ ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત ત્રણથી ચાર શખશો ઘરમાં ઘૂસી આવ્યા હતા. ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે, તેણે મકાનમાં રહેતી ત્રણ યુવતીઓને મારવાનું શરૂ કર્યું હતું. જેમાંથી બે યુવતી ડરીને ભાગી ગઈ હતી અને એક યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી. મકાન માલિકે યુવતીના વાળ ખેંચીને આડેધડ ઢીકા અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. પીડિતાને ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ મારામારીની ઘટનામાં યુવતીને હાથ-પગ અને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી હતી.જે બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ યુવતીઓ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેમાં પોલીસે તેઓની પહેલાં લેખિત અરજી લીધી હતી અને બાદમાં ત્રણ શખસો સામે ગુનો દાખલ કર્યો છે.