1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (12:33 IST)

2017ના કેસમાં જામનગર કોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા

જામનગર કોર્ટમાં ચાલી રહેલા વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આવી ગયો છે. જામનગરની કોર્ટે વર્ષ 2017ના કેસમાં હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. જામનગર કોર્ટમાં આ કેસને લઈ તમામ દલીલો પૂર્ણ થઈ હતી. વર્ષ 2017માં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો. આજે જામનગરની કોર્ટે વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આપ્યો હતો. જામનગરની કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ દ્વારા એક સભા યોજવામાં આવી હતી. આ સભાની મંજૂરી શૈક્ષણિક હેતુથી લીધી હતી અને સભામાં રાજકીય ભાષણ કરવામાં આવ્યુ હતું. આ કારણે ફરિયાદ કરવામાં આવી અને તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો હતો.