સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 16 જુલાઈ 2022 (16:22 IST)

ગીર જંગલમાં બે વનરાજ મસ્તીએ ચઢ્યા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

lion
છેલ્લા ઘણા દિવસોથી ગીર જંગલ અને તેની આસપાસના ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે પાણી ભરાવાથી સિંહ મુશ્કેલી અનુભવવાની સાથે વરસાદની મજા લઈ રહ્યાના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં એકમાં જગલમાં ચોમેર જળબંબાકારથી બચવા માટે સિંહ એક મકાનની અગાસી પર ચડી ગયા બાદ ઉતરી રહ્યા છે. જ્યારે બીજામાં બે સિંહો પાણીના નાળામાં ધીંગા મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

 
અષાઢી બીજના દિવસથી ગીર જંગલ અને આસપાસના ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. પંદર-પંદર દિવસથી વરસી રહેલા વરસાદના પગલે જોવા મળી રહેલ જળબંબાકારની પરિસ્થિતિથી લોકો અને વન્યપ્રાણીઓ પણ મુશ્કેલી અનુભવતા હોવાથી સુરક્ષિત જગ્યા શોધી રહ્યા હતા. એવા સમયે જંગલના રાજા સિંહોના રોમાંચથી ભરપુર એવા બે અદભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેને લોકો આતુરતાપૂર્વક નિહાળી રહ્યાં છે.