શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (22:47 IST)

Breaking News - સુરત હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસમાં અચાનક આગ, એક બાળકીનુ મોત

સુરત શહેરમાં હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસ સળગી ઊઠી છે. બસ ચાલુ હશે ત્યારે જ અચાનક લક્ઝરી બસ સળગી ઊઠી છે. બસમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ મળતી માહિતી પ્રમાણે એક બાળકીનું મોત થયું છે. 

 
  બસમાં આગ લાગતા જ અફરા-તફરી મચી ગઈ  છે. રાજ્યની મહાપાલિકાઓમાં કર્ફ્યુંની માલ્વારી નાં થોડા સમય પહેલા જ હીરાબાગ સર્કલ પર એક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી. બસમાં બે વ્યક્તિ ને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. કહેવાય છે કે, ACનું કોમ્પ્રેસર ફાટતા આ આગ લાગી હોવાનું અનુમાન છે. સુરતનો હીરાબાગ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે ત્યારે, ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ઉમટી પડ્યાં હતાઅને રાહદારીઓ અવાચક થઇ ગયા હતા. રાજધાની સ્લીપર કોચ બસમાં લાગી આગ લાગી હતી