સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (16:27 IST)

મહેશ સવાણીને AAPમાં પરત લાવવા માટે કાર્યકર્તાઓની કોશિશ, નિર્ણય પાછો ન લે ત્યા સુધી ઓફિસની બહાર બેસી રહેવાની કાર્યકર્તાઓની જીદ

થોડા  મહિના પહેલાં જ  AAPમાં જોડાયેલા સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ  આમ આદમી પાર્ટીછોડી દીધી છે. તેમને મનાવવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ તેમની ઓફિસે પહોંચ્યા છે. મહેશ સવાણીને મનાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તેમને ફરી એક વખત તમામ બાબતોને બાજુ પર મૂકીને ફરીથી પાર્ટીમાં જોડાઇ જવા માટેની મથામણ AAPના કાર્યકર્તાઓ મનાવી રહ્યા છે. દરમિયાન કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીના પગે પડ્યા તો કેટલાકે ઉપવાસની ધમકી આપી હતી. જ્યારે કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીની ઓફિસ બહાર જ બેસી ગયા હતા.
 
 
મહિલાઓ કાર્યકર્તાઓ અને જનની ધામની યુવતીઓ મનાવવા પહોંચી
 
વેસુ ખાતે આવેલી મહેશ સવાણી ઓફિસની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બેસી ગયા છે. જ્યાં સુધી મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં ફરીથી જોડાવવાનો નિર્ણય ન કરે ત્યાં સુધી તેઓ ઓફિસની બહાર બેસી રહેવા માટેની જીદ પકડી છે. તેમની લાગણી છે કે તેઓ મહેશ સવાણીને અહીંથી મનાવીને જશે અને ફરી એક વખત તેઓ પાર્ટી માટે સક્રિય થશે. AAPની મહિલા કાર્યકર્તાઓ અને જનની ધામની યુવતીઓ પણ મહેશ સવાણી ઓફિસે તેમને મનાવવા માટે પહોંચી છે.