ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (09:48 IST)

ભરત સોલંકીની સામે પડીને ધીરુ ગજેરાએ કોંગ્રેસને ટાટા બાય બાય કહ્યું હતું, હવે આપમાં મહેશ સવાણીની સામે ભાજપમાં ગજેરા

રાજયમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદારોના મત અંકે કરવા અત્યારથી જ પાટીદાર નેતાઓને સમાવવા માટે રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. કોંગ્રેસમાંથી સતત વિધાનસભા ચૂંટણીમાં પરાજય પછી પાટીદાર નેતા ધીરૂ ગજેરાએ રાજીનામું આપીને રાજકીયરીતે નિષ્ક્રિય થઇ ગયા હતા. રાજયમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપ પાર્ટીમાં મહેશ સવાણી જોડાયા છે ત્યારે સુરત અ્ને સૌરાષ્ટ્રના પાટીદારો સાથે સીધો સંપર્ક ધરાવતા ધીરૂ ગજેરા હવે તા. 24મી જુલાઇએ ભાજપમાં જોડાશે.

ધીરુ ગજેરા વર્ષ 2017ની ચૂંટણી પહેલા 2012,2007ની ચૂંટણી લડયા હતા. કોંગ્રેસમાં રહ્યા પછી સતત પરાજય અને વર્ષ 2017માં ચૂંટણી જીતી શકાય તેવી પરિસ્થિતિ હતી, છતા કોંગ્રેસ હારી જતા છેવટે ગજેરાનું મન કોંગ્રેસ પરથી ઉઠી ગયું હતું. તેમણે વર્ષ 2017ના પરાજય પછી કોંગ્રેસના તત્કાલિન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે જ નિવેદનો કરીને છેવટે કોંગ્રેસ છોડી દીધી હતી. આગામી 2022ની ચૂંટણીમાં પાટીદાર મતો ભાજપ માટે પણ મહત્વના છે. વળી,મહેશ સવાણીએ આપ પાર્ટીમાં જોડાતા સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારો માટે ધીરૂ ગજેરા મહત્વના સાબિત થાય તેમ હોવાનું ભાજપના સૂત્રોનું કહેવું છે.