1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (13:47 IST)

આપ’ના પ્રભારી ગુલાબસિંહ અને મહેશ સવાણી ઉપવાસ પર બેસે તે પહેલાં કલેક્ટર કચેરી બહારથી ધરપકડ કરાઈ

Gulabsinh and Mahesh Savani arrested

રાજ્યમાં હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ મામલે આપના પ્રભારી ગુલાબસિંહ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, અમે આજથી ઉપવાસ પર ઉતરીશું. તેમણે કહ્યું હતું કે અસિત વોરા સામે કેમ કાવતરા હેઠળ ફરિયાદ ન કરી.તેમણે કહ્યું હતું કે, પેપર લિકમાં અસિત વોરા સામે ગુનો દાખલ કરવામાં આવે, અસિત વોરાએ રાજીનામું આપવું જોઈએ.ભાજપના સીઆર પાટીલનો અસિત વોરા પર હાથ છે. આજથી અમે કલેક્ટર ઓફિસ બહાર બેસીશું.આજથી હું અને મહેશભાઈ સવાણી અન્ન ત્યાગ કરીએ છીએ.કોંગ્રેસ તો મૂકદર્શક બની ગઈ છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ પર બેસે તે પહેલાં જ કલેક્ટર કચેરી ખાતેથી તેમની ધરપકડ કરવામાં આવી છે.આપના નેતા મહેશ સવાણીએ કહ્યું હતું કે, આજથી અમે ભૂખ હડતાળ પર બેસીશું. ભરતી પરીક્ષાના પેપરો સરકારી પ્રેસમાં છપાવવાના હોય છે પણ ખાનગી પ્રેસમાં છપાયા હતાં. તેમણે કહ્યું હતું કે, 4 પેપરોમાંથી ફાઈનલ પેપર અસિત વોરાએ સિલેક્ટ કરવાનું હોય છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. રાજ્યમાં 2016થી પેપરો લીક થાય છે. સરકારે દરેક પરીક્ષાની ફી લીધી છે જેમાં પાંચ વર્ષમાં 81 લાખ વિદ્યાર્થીઓએ ફી ભરી છે. સરકાર આ મુદ્દે કોઈનું સાંભળતી નહોતી. જેથી અમે એક પાર્ટી તરીકે ધરણાં કર્યાં હતાં.