1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરતઃ , ગુરુવાર, 9 મે 2024 (13:15 IST)

ચૂંટણી પૂરી થતાં જ ઇન્કમટેક્સ એક્શનમાંઃ સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ દરોડા

income tax
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણી પૂરી થતાં જ રાજ્યમાં આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યો છે. સુરતમાં ટેક્સટાઈલના મોટા ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યાં છે. શહેરમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ તરીકે જાણિતા એશ્વર્યા ગ્રુપ પર આઈટીનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. શહેરમાં અન્ય વેપારીઓ અને નાના વેપારીઓ પણ દરોડાની ખબરો સાંભળીને ચિંતામાં મુકાયા છે. 
 
સીરામિક એકમો પર પણ તપાસ શરૂ કરવામાં આવી 
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં ટેક્સટાઇલના એશ્વર્યા ગ્રુપ ઉપર ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. શહેરમાં એક સાથે બારેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. મોરબીમાં કોલ બિઝનેસના સીરામિક એકમો પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એક સાથે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 
 
મોટા બિલ્ડર્સ ગ્રુપ સહિતના મોટા ધંધાર્થીઓમાં ફફડાટ
શહેરમાં ચૂંટણી પૂર્ણ થતાં જ ઈન્કમટેક્સ વિભાગની રેડની ખબરો વાયુવેગે ફેલાતા બિલ્ડર્સ ગ્રુપ સહિતના મોટા ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે સવારથી જ આવકવેરા વિભાગની ટીમ એશ્વર્યા ગ્રુપ પર દોડી જતાં અન્ય વેપારીઓ અને ધંધાર્થીઓ પણ ચિંતામાં મુકાયા છે. છેલ્લા બે મહિનાથી ચૂંટણીનો માહોલ હતો અને સુરતની સીટ ભાજપને બિનહરીફ મળી જતાં વેપારીઓ અને ધંધાર્થીઓ ખુશ હતાં પરંતુ અચાનક દરોડા શરૂ થતાં ફફડાટ વ્યાપી ગયો છે