1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified સોમવાર, 5 એપ્રિલ 2021 (07:21 IST)

કોરોનાએ તોડ્યો દેશનો તમામ રેકોર્ડ, 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ, સંક્ર્મણની ગતિ બમણી

દેશમાં કોરોનાના કહેરે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વર્લ્ડ મીટર અનુસાર, રવિવારની રાત સુધી 24 કલાક દરમિયાન મળી કુલ કોરોના સંક્રમણ 1,03,764 પર પહોંચી ગયુ છે . રોગચાળાની શરૂઆતથી આજ સુધી, તે એક જ દિવસમાં જોવા મળતા કુલ સંક્રમણની આ સૌથી વધુ સંખ્યા છે. આ પહેલા, 16 સપ્ટેમ્બર 2020 ના રોજ, એક જ દિવસમાં 97,894 નવા કેસ મળી આવ્યા હતા, જે ક્રોરોના સંક્રમણની પ્રથમ લહેરનો સર્વાધિક મોટો આંકડો હતો. રવિવારે કુલ 1.03 લાખ કેસ સામે આવ્યા છે. 52,825 દર્દી રિકવર થયા છે અને 477 દર્દીના મોત થયા છે.
 
ભારતમાં સતત બીજા દિવસે દુનિયાના સૌથી વધુ નવા કોરોના કેસ મળી આવ્યા છે. અમેરિકામાં એક દિવસમાં 66,154 નવા કેસ સાથે બીજા ક્રમે છે અને 41,218 નવા કેસ સાથે બ્રાઝિલ ત્રીજા સ્થાને છે.
 
12 રાજ્યોમાં સૌથી વધુ નવા કેસ 
 
મંત્રાલયે કહ્યું કે 12 રાજ્યોમાં નવા કેસ સતત વધી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ,  પંજાબ, કર્ણાટક, દિલ્હી, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કેરળનો સમાવેશ થાય છે.
 
સૌથી વધારે કેસ આર્થિક રાજનીધા મુંબઈમાં નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,163 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ જ્યાં 5263 લોકો ઠીક થયા છે. તો 25 લોકોના મોત પણ થયા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે કહ્યું કે, આવનારા દિવસોમાં શનિવાર અને રવિવારના લોકડાઉન લગાવવામાં આવ્યું છે. શનિવાર અને રવિવારના પાર્ક, બીચ, ગેટવે ઑફ ઇન્ડિયા અને અન્ય ખુલ્લા સ્થળો પર પ્રતિબંધ હશે.
 
સક્રિય કેસ  5% 
 
દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ફેબ્રુઆરીના મધ્યમાં, તે ઘટીને 135 લાખ થઈ ગઈ હતી, પરંતુ રવિવારે તે વધીને 691597 થઈ ગઈ છે, જે કુલ કેસોના 5.54 ટકા છે. પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને પંજાબમાં 76.41  ટકા સક્રિય કેસ છે. જ્યારે એકલા મહારાષ્ટ્રમાં તે 58.19 ટકા છે.
 
રિકવરી રેટ 93%:
દેશમાં કોરોનાથી સ્વસ્થ થતાં લોકોની ટકાવારી 93.14 ટકા છે. અત્યાર સુધી 11629289 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં, 60048 લોકો સ્વસ્થ થયા છે.
 
85 ટકાથી વધુ મોત આઠ રાજ્યોમાં
 
કુલ 513 મૃત્યુમાંથી 85.19 ટકા મૃત્યુ ફક્ત આઠ રાજ્યોમાં થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ 277, પંજાબ 49, છત્તીસગઢમાં 36, કર્ણાટક 19, મધ્ય પ્રદેશ 15, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 14-14 અને ગુજરાતમાં 13 છે. 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈના મોત નોંધાયા નથી.