શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (23:15 IST)

IPL 2021, DC vs SRH LIVE : શિખર-શ્રેયસની શાનદાર બેટિંગ, દિલ્હીએ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યુ

આઈપીએલ 2021ની બીજા ચરણમાં બુધવારે દિલ્હી કૈપિટલ્સનો સામનો સનરાઈઝરસ હૈદરાબાદ સાથે થયો. બંને ટીમો વચ્ચે આ મેચ દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા દિલ્હી કૈપિટલ્સ સામે જીત માટે 135 રનનુ લક્ષ્ય રાખ્યુ છે. દિલ્હી કૈપિટલ્સે આ લક્ષ્યને 17.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધુ. દિલ્હી માટે શ્રેયસ ઐય્યરે અણનમ 47 શિખર ધવને 42 અને કપ્તાન ઋષભ પંતે અણનમ 35 રન બનાવ્યા. 

.

10:54 PM, 22nd Sep


- 16 ઓવર બાદ દિલ્હીનો સ્કોર બે વિકેટે 110 રન છે. શ્રેયસ અય્યર 39 રન અને કેપ્ટન રિષભ પંત 17 રન સાથે ક્રિઝ પર છે. દિલ્હીને હવે જીતવા માટે છેલ્લી ચાર ઓવરમાં 25 રનની જરૂર છે.
 
- દિલ્હી કેપિટલ્સે 100 રન પૂરા કર્યા. દિલ્હીએ પોતાના 100 રન 15.1 ઓવરમાં પૂરા કર્યા. શ્રેયસ ઐયર 39 અને કેપ્ટન પંતના 9 રનનો સ્કોર બનાવીને ક્રિઝ પર છે. 
- 14 ઓવર બાદ દિલ્હીનો સ્કોર બે વિકેટે 96 છે. કેપ્ટન પંત 7 અને શ્રેયસ અય્યર 36 રનનો સ્કોર બનાવીને ક્રિઝ પર છે. 

10:04 PM, 22nd Sep
- પાવર પ્લેમાં દિલ્હી માટે સારી શરૂઆત. પ્રથમ 6 ઓવરમાં એક વિકેટ પર 39 રન. શિખર ધવન 22 અને શ્રેયસ અય્યર 6 રને રમી રહ્યા છે 

- 5 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર એક વિકેટ માટે 29 રન છે. શિખર ધવન 14 અને શ્રેયસ અય્યર 4 રન પર છે. 



09:11 PM, 22nd Sep
- અક્ષર પટેલે જેસન હોલ્ડરને આઉટ કરીને હૈદરાબાદને છઠ્ઠો ઝટકો આપ્યો છે. હોલ્ડરે 10 રન બનાવ્યા 

- હૈદરાબાદની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ છે. નોર્ટજે કેદાર જાધવને આઉટ કરીને હૈદરાબાદને પાંચમો ઝટકો અપયો. જાધવે 3 રન બનાવ્યા. હૈદરાબાદનો સ્કોર 13 ઓવર પછી 5 વિકેત પર 74  રન છે. 
- 13 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર 4 વિકેટ પર 74 રન છે. અબ્દુલ સમદ 10 અને કેદાર જાધવ 3 પર છે. 
- 12 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 4 વિકેટે 71 છે. અબ્દુલ સમદ 8 અને કેદાર જાધવ 2 રને રમતમાં છે
- 11 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 4 વિકેટે 66 છે. અબ્દુલ સમદ પાંચ અને કેદાર જાધવ ખાતુ ખોલ્યા વગર ક્રિઝ પર છે.