ગુરુવાર, 27 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 1 જુલાઈ 2021 (08:56 IST)

આપના નેતા ઈશુદાન ગઢવી પર હુમલો

Gujarat News in Gujarati
Photo : Instagram
આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવી અને મહેશ સવાણી પર જૂનાગઢના લેરિયા ગામમાં અજાણ્યા શખ્સો દ્ધારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો. 
હુમલાખોરોએ આપ પાર્ટી નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા.  જણાવવામાં આવી રહ્યુ છે કે હુમલાખોરોએ પાંચથી સાત ગાડીઓના કાચ તોડ્યા હતા. બે લોકોને પથ્થરમારામાં ઇજા પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આપના નેતાઓ પર હુમલો થયો હતો.  હુમલાને પગલે આપ પાર્ટી દ્ધારા લેરિયાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો.