છુટાછેડા માંગી રહેલી પત્નેને મનાવવા માટે કાશ્મીરના વ્યક્તિને માંગી જામીન, પણ અમદાવાદ NIA કોર્ટે રદ્દ કરી અરજી
અહીની એક વિશેષ એનઆઈએ કોર્ટને 500 કિલોગ્રામ હેરોઈન હેરાફેરી મામલે એક આરોપી વ્યક્તિને અસ્થાયી જામીન અરજી રદ્દ કરી દીધી. આરોપીએ પોતાની પત્નીને ડાયવોર્સ ન લેવા માટે મનાવવા 30 દિવસની પેરોલ માંગી હતી. ઓક્ટોબર 2018 માં, ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ 500 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવાના સંબંધમાં જમ્મુ અને કાશ્મીરથી મંજૂર અહમદ મીરની ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે આ હેરોઈન પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યું હતું. આ માલ ભારતીય જળસીમામાં ભારતીય જહાજ, નાગિની મુસ્તફા સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
મીરની અરજીમાં જણાવાયું હતું કે અરજદાર તેની પત્નીનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોવાથી, તેની પત્નીએ બદલો લેવા માટે છૂટાછેડા માટે અરજી કરી હતી. અરજદાર તેની પત્નીને છૂટાછેડા ન લેવા માટે સમજાવવા માંગતો હતો.
NIA એ શું કહ્યું
મીરે અરજીમાં જણાવ્યું હતું કે તેની દાણચોરીના માલમાં કોઈ સંડોવણી નથી અને તે ફક્ત ફળો, શાકભાજી, કાર્પેટ અને શાલનો વેપાર કરે છે. NIA એ મીરની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે ઓક્ટોબરમાં દાખલ કરાયેલી તેની અગાઉની જામીન અરજીમાં, મીરે તેની પત્નીની છૂટાછેડા અરજીનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.
જમ્મુ અને કાશ્મીર પોલીસે અહેવાલ આપ્યો
જોકે, જ્યારે મુસ્તફાએ પહેલી જામીન અરજી ફગાવી દીધા પછી બીજી જામીન અરજી દાખલ કરી, ત્યારે કોર્ટે પોલીસ ચકાસણીનો આદેશ આપ્યો, અને જમ્મુ અને કાશ્મીરના બીરવાહ પોલીસ સ્ટેશનના અહેવાલમાં પુષ્ટિ મળી કે મીરની ધરપકડ પછી તેની પત્ની સાસરિયાઓનું ઘર છોડી ગઈ હતી.
કોર્ટે શું કહ્યું
NIA એ એમ પણ સૂચવ્યું હતું કે મીર વિડીયો કોન્ફરન્સ દ્વારા અથવા તેની માતા, મામા અથવા બહેનો દ્વારા છૂટાછેડા અરજીનો વિરોધ કરી શકે છે. તપાસ એજન્સીએ તેમની મુક્તિની વિનંતીનો સખત વિરોધ કર્યો, જેનો હેતુ તેમની પત્નીને છૂટાછેડા પાછા ખેંચવા માટે સમજાવવાનો હતો.