ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (11:47 IST)

જ્યંતિ ભાનુશાળી પાસે અનેક મોટા માથાઓની સેક્સલીલાઓ હોવાના ડરથી કાસળ કાઢી નંખાયાની શંકા

ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવી રહેલા ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવા પાછળ તેમીન પાસે રહેલી કેટલાય મોટા માથાઓની અશ્લિલ સીડીઓ પણ જવાબદાર હોવાની ચર્ચા ચાલી રહી છે.

કચ્છના અબડાસાના ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી પાસે અનેક મોટા માથાની અશ્લિલ વિડીયો સીડી હતી. કચ્છની મીઠી ખારેક ખાનારાઓએ તેમના માથા બચાવવા ભાનુશાળીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર કરાવ્યા હોવાની શંકા સેવાઈ રહી છે. 

ભાનુશાળીની રાજકીય કારકિર્દી અને સામાજીક રીતે ખતમ કરી નાંખવા માટે છબીલદાસ પટેલ, તેમના પુત્ર સિધ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી સહિત છથી સાત જણાએ  ભેગા મળીને જયંતિ ભાનુશાળીની પણ કોઈ અજાણી સ્ત્રી સાથે કઢંગી હાલતમાં વિડીયો સિડી ઉતારી હતી. જેને આધારે ભાનુશાળીને બ્લેકમેઈલ કરતા હોવાનું તેમના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ હત્યા બાદ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે.

આમ જયંતિ ભાનુશાળી પાસે પણ મોટા માથાઓની અનેક સીડી હોવાથી તે ગમે ત્યારે આ સીડી વાયરલ કરી દેશે એવો ફફડાટ મોટા માથાઓને હતો. આથી જયંતિ ભાનુશાળી મોઢુ ખોલે તે પહેલા જ તમને હંમેશને માટે શાંત કરી દેવાયા હોવાની ચર્ચા ચાલી રહી છે.