ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (16:46 IST)

સુરતમાં જ્વેલર્સ પર આઈટીના દરોડા, જ્વેલર્સોમાં ફફડાટ વ્યાપ્યો

સુરત શહેરમાં એકાદ વર્ષ અગાઉ શો રૂમ શરૂ કરનાર શાહ વીરચંદ ગોવનજી જ્વેલર્સ પર આઈટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ  કરવામાં આવતાં અન્ય જવેલર્સમાં ફફડાટ ફેલાયો છે.  સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા શો રૂમ સહિત  શાહ વીરચંદ ગોવનજીના વાપી, વલસાડ સહિતના શો રૂમમાં તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતમાં  આ વખતે આઈટીના અધિકારીઓએ એસઆરપીના કાફલાના બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી.

દક્ષિણ ગુજરાતમાં વાપી વલસાડ જેવા શહેરોમાં બ્રાન્ડેડ ગણાતા શાહ વીરચંદ ગોવનજીએ એકાદ વર્ષ અગાઉ સુરત શહેરમાં પોતાના નવા શો રૂમની શરૂઆત કરી હતી. ત્રણ પેઢીથી દાગીનાના વ્યવસાય સાથે સંકળાયેલા શાહ પરિવારે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં શરૂ કરેલા દાગીનાના શો રૂમનું ઉદઘાટન કરવા માટે બોલીવુડની ચુલબુલી એક્ટ્રેસ દિયા મર્ઝા આવી હતી.