સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (15:10 IST)

સુરતના જ્વેલર્સે 18 કેરેટ ગોલ્ડમાંથી બનાવી વડાપ્રધાન મોદીની મૂર્તિ, કિંમત 11 લાખ

modi
સુરતમાં વડાપ્રધાન મોદીની સોનાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. શહેરના એક જ્વેલર્સે ભાજપે ગુજરાતમાં ભવ્ય જીત હાંસલ કરતાં આ મૂર્તિ તૈયાર કરી છે. 18 કેરેટ સોનાથી બનેલી આ મૂર્તિની કિંમત 11 લાખ રૂપિયા છે. વડાપ્રધાન મોદીના અનેક ચાહકો છે અને દેશમાં તેમની ઘણી લોકચાહના છે. ત્યારે તેમના ચાહકો દ્વારા આ પ્રકારની લાગણીને વ્યક્ત કરવામાં આવતી હોય છે. સુરતમાં વડાપ્રધાન મોદીની પ્રિન્ટ વાળી સાડી પણ તૈયાર થતી હોય છે અને ચૂંટણીના સમયમાં તેની માંગ વધી જાય છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરમાં એક સોનાના દાગીના બનાવતી કંપનીએ પીએમ મોદીની અનોખી મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિ 156 ગ્રામ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે. તેને તૈયાર કરતા 3 મહિનાથી વધુ સમય લાગ્યો છે. આ મૂર્તિ બનાવવામાં 20 થી 25 લોકોની ટીમે 3 મહિનાથી વધુ સમય સુધી મહેનત કરીને તેને 18 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરી છે. તેની કિમત અંદાજીત 11 લાખ રૂપિયા આંકવામાં આવી છે. જવેલર્સ સંદીપ જૈને મીડિયાને જણાવ્યું હતું કે આપણે ભારતમાં રહીએ છીએ દેશના લોકોને સોના પ્રત્યે ઘણો લગાવ છે. લોકોની પીએમ પ્રત્યેની  લાગણી ગોલ્ડ જેવી જ છે. આજ કારણ છે કે અમે પીએમ મોદીની ગોલ્ડમાં પ્રતિમા તૈયાર કરી લાગણીને વધારી છે. 
 
તેમણે વધુમાં કહ્યું હતું કે,અમારી ઘણા સમયથી ઈચ્છા હતી કે પીએમ નરેન્દ્ર મોદીની મૂર્તિ ગોલ્ડમાં બનાવીએ. જે હિસાબે પીએમ મોદી ઐતિહાસિક કામો કરી રહ્યા છે જેને લઈને અમે પણ એમના માટે કઈક ઐતિહાસીક કરવાનું વિચાર્યું હતું ગુજરાતમાં ભાજપે 156 સીટ પર વિજય મેળવ્યો હતો.જે એક ઐતિહાસિક જીત છે જેથી અમે પીએમ નરેન્દ્ર મોદીની 156 ગ્રામની ગોલ્ડની મૂર્તિ ગોલ્ડમાં બનાવી છે. આ મૂર્તિ બનાવવામાં 2 થી 3 મહિના જેટલો સમય લાગ્યો છે અને આ મૂર્તિ બનાવવામાં 20 થી 25 લોકોની ટીમ હતી. આ મૂર્તિ 18 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે આ મૂર્તિને હૂબહું પીએમ મોદી જેવી તૈયાર કરવામાં આવી છે. પીએમ જેવી આંખો, ચહેરો, ચશ્માં બધું જ હુબહુ રીતે બનાવવામાં આવ્યું છે.