ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (12:43 IST)

Junagadh Lili Parikrma- જૂનાગઢની લીલી પરિક્રમાને મંજૂરી નહીં

દર વર્ષે જૂનાગઢ ખાતે યોજાતી લીલી પરિક્રમા અંગે બેઠક યોજાઈ હતી કલેકટર કચેરી ખાતે 12 વાગ્યે સાધુ-સંતોની હાજરીમાં બેઠકયોજાઈ હતી 
ગિરનાર લીલી પરિક્રમા પ્રતીકાત્મક યોજાશે તેમ જાણવા મળે છે આ વખતે 400 લોકોની
પ્રતીકાત્મક પરિક્રમાને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે. 
 
જૂનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હતા ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે આ ચાર સો લોકોનાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તેનો નિર્ણય સાધુ સંતો અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે, સંગઠને કહ્યું કે માત્ર ફોર્માલિટી માટે આ બેઠક કરવામાં આવી છે. ને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે
 
તારીખ 14થી પરિક્રમાની શરૂઆત થવાની છે. ત્યારે કલેક્ટરે કરેલી આ જાહેરાતમાં માત્ર સાધુ-સંતો જ પરિક્રમા કરશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ પણ પ્રતિકાત્મક પરિક્રમા નહીં કરી શકે