મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Updated :અમદાવાદ , મંગળવાર, 13 જૂન 2023 (18:55 IST)

Gujarat cyclone: કચ્છને આજે પણ યાદ છે 1998નુ એ વાવાઝોડુ, જાણો બિપરજોય સાથે શુ છે સમાનતા

cyclone gujarat
હાઇલાઇટ્સ
-  જૂન 1998 માં, એક ખૂબ જ ખતરનાક વાવાઝોડું ગુજરાતમાં લેન્ડફોલ કર્યું હતું.
-  આ વાવાઝોડાએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘણું નુકસાન કર્યું છે.
-   22 વર્ષના ગાળા બાદ મે 2021માં તોતકે ગુજરાતમાં ત્રાટક્યુ હતુ 
- ત્યારબાદ સરકારે વવાઝોડાના સારા મેનેજમેન્ટને કારણે વધુ જાનહાનિ થવા દીધી ન હતી.
 
. સમુદ્રી વાવાઝોડુ બિપરજોય (Biporjoy) જેમ જેમ આગળ વધી  રહ્યુ છે તેમ તેમ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં બધા એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ ચક્રવાત નબળુ પડે અને ઓછામાં ઓછુ નુકશાન થાય. ચક્રવાત બિપરજોય 15 જૂનના બપોરે કચ્છના સમુદ્રી તટ સાથે ટકરાશે એવુ અનુમાન છે.  ભારતીય હવામાન વિભાગના એલર્ટ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ સુધી તેની અસર રહેશે, પરંતુ તેનું એપીસેન્ટર કચ્છ જ રહેશે. આવી સ્થિતિમાં 1998માં આવેલા ચક્રવાતની યાદો કચ્છના લોકોમાં મગજમાં તાજી થઈ રહી છે, ત્યારે જૂન મહિનામાં જ આવેલા દરિયાઈ વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી હતી. બિપરજોયને પણ 1998ના વાવાઝોડાની જેમ અત્યંત ખતરનાક માનવામાં આવે છે. તે વાવાઝોડાનું લેન્ડફોલ ગુજરાતમાં થયું હતું. બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી પણ શક્યતા છે.
 
જૂનમાં આવ્યુ હતુ વાવાઝોડું 
તે પછી તે દરિયાઈ ચક્રવાત 8 જૂને સિંધ-ગુજરાત સરહદ પર ટકરાયું હતું. આ વિનાશક ચક્રવાત 4 જૂને રચાયું હતું અને 8 જૂને લેન્ડફોલ થયું હતું. આ ચક્રવાતમાં 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ચક્રવાતથી દેશભરમાં 10,000 લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતમાં વધુ મોત નોંધાયા છે. ગુજરાતમાં 1173 લોકોના મોત થયા છે. 1500 થી વધુ લોકો ગુમ થયા હતા. આ વાવાઝોડાની તબાહી એવી હતી કે આજે પણ કચ્છના લોકો આ વાવાઝોડાને યાદ કરીને કંપી ઉઠે છે.
 
કંડલાને થયું હતું નુકસાન 
ત્યારે કચ્છના કંડલા બંદરને ભારે નુકસાન થયું હતું. આ વખતે પણ કંડલા પોર્ટને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું છે. હજારો ટ્રકોના પૈડા સંપૂર્ણપણે થંભી ગયા છે અને બધાને દૂરના શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. 25 વર્ષના અંતરાલ પછી, બિપરજોય ફરીથી મોટી તબાહી સર્જે તેવી ધારણા છે, જો કે રાજ્ય સરકારે તોફાનની દિશા બદલવા અને જોખમી બનતાની સાથે જ સંભવિત નુકસાન ઘટાડવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
 
22  વર્ષ પછી લેંડફોલ 
ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ વિનાશકારી વાવાઝોડાના રૂપૢઆ 1983ના વાવાઝોડાનો પણ ઉલ્લેખ થાય છે. જેમા મોટા પાયે નુકશાન થયુ હતુ. આ વાવાઝોડાએ સૌરાષ્ટ્રને પ્રભાવિત કર્યુ હતુ.  સૌથી વધુ નુકશાન 1998માંથયુ હતુ. બે વર્ષ પહેલા મે મહિનામાં આવેલ તોઈતે માં સરકારની સારી તૈયારીઓને કારણે નુકશાન થયુ નહી. 174 લોકોના મોત થયા હતા જ્યારે કે 81 લોકો ગાયબ થયા હતા. એ સમયે મોટાભાગની હવાની ગતિ 185 રહી હતી.  1960થી લઈને અત્યાર સુધી ગુજરાતમાં સાત સમુદ્રી વાવાઝોડાનુ આવી ચુક્યા છે.  1998 ના ખતરનાક વાવાઝોડા પછી તૌકત સાતમુ ચક્રવાત હતુ જેનુ લૈંડ ફોલ ગુજરાત હતુ.