મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 મે 2018 (14:54 IST)

વિધાનસભા સ્પીકર તરીકે રમેશ કુમાર નિર્વિરોધ ચૂંટાયા, કુમારસ્વામીએ વિશ્વાસમત પ્રસ્તાવ રજુ કર્યો.

કર્ણાટકમાં નવી સરકાર બનાવવાને લઈને વિધાનસભામાં સ્પેશ્યલ સત્ર બોલાવાયુ છે. જ્યા સીએમનો ફ્લોર ટેસ્ટ થશે. આ પહેલા કોંગ્રેસના રમેશ કુમારને વિધાનસભાના સ્પીકર બનાવાયા છે.
 
ઉલ્લેખનીય છે કે રમેશ કુમાર નિર્વિરોધ વિધાનસભાના સ્પીકર તરીકે પસંદગી પામ્યા છે.  રમેશ ત્યારે નિર્વિરોધ પસંદગી પામ્યા જ્યારે બીજેપીએ સ્પીકર પદ માટે પોતાના ઉમેદવારનુ નામ પરત લીધુ.  ત્યારબાદ તેમનો રસ્તો સાફ થઈ ગયો. 
 
-  રમેશ કુમારે પોતાની ક્ષમતા સાબિત કરી છે:  કુમારસ્વામી
– સીએમ કુમારસ્વામીએ રમેશ કુમારને સ્પીકર તરીકે પસંદગી થતા અભિનંદન પાઠવ્યા
– વિપક્ષ અને સરકાર બંનેએ ગૃહમાં કામ ચાલતું રહે તેના માટે કામ કરવું પડશે: પૂર્વ સીએમ સિદ્ધારમૈયા
– લોકોએ અમને રાજ્યના વિકાસ માટે પસંદ કરી છે આથી ગૃહમાં દરેક મુદ્દા પર ચર્ચા થવી જોઇએ: પૂર્વ સીએમ સિદ્ધારમૈયા
– 1994થી 2018 સુધી ઘણા બધા ફેરફાર આવ્યા છે. એક નેતા તરીકે મારો અનુભવ ઘણો કામ આવશે: પૂર્વ સૂએમ સિદ્ધારમૈયા સ્પીકર રમેશ કુમારની સાથે
– લોકતંત્રને બચાવી રાખવામાં વિધાનસભા, વિધાન પરિષદ, અને સંસદની એક મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે: પૂર્વ સીએમ સિદ્ધારમૈયા
– સ્પીકરના પદની ગરિમા બનાવી રાખવા માટે અમે સ્પીકર પદ માટે અમારા ઉમેદવારનું નામ પાછું ખેંચી લીધું: યેદિયુરપ્પા