1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (18:27 IST)

કીર્તીદાનનું રાજકોટમાં ભવ્ય સન્માન, વતન વાપસીથી રાજકોટમાં ભવ્ય સ્વાગત કરાયું

લોકગાયક કિર્તીદાન ગઢવીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અમેરિકાના પ્રવાસથી કિર્તીદાન ગઢવી પરત ફર્યા છે. કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં બે મહિનામાં  33 શો કર્યા છે. લોક કલાકાર કિર્તીદાન ગઢવીને અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા હતાં. તેમજ વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ તરીકે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. અમેરિકા સ્થિત ન્યુજર્શી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર એન્ડ CEO  મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા કિર્તીદાન ગઢવીને સનમાનિત કરવામાં આવ્યા હતાં.

આ  સંસ્થાએ વિદેશની ધરતી પર કિર્તિદાન ગઢવીના 33 થી વધુ પ્રોગ્રામ કર્યા છે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ કેટેગરીમાં કિર્તીદાનનું નામ સમાવીને ન્યુજર્શી ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો