શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 જુલાઈ 2021 (11:33 IST)

Kisan Sansad Today: આજથી જંતર-મંતર પર ચાલશે કિસાન સંસદ, પ્રદર્શનમાં સામેલ થશે 200 અન્નદાતા, સુરક્ષાની વ્યવસ્થા

કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદના વિરોધ કરી રહેલા ખેડૂતોને છેવટે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન માટે ગ્રીન સિગ્નલ મળી ગયુ છે. ખેડૂત આજથી જંતર-મંતર પર મોટી સુરક્ષા વચ્ચે કિસાન સંસદ શરૂ કરશે.  ખેડૂતોના પ્રદર્શનને જોતા સિંઘુ બોર્ડરથી લઈને જંતર-મંતર સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી  છે. ઠેર ઠેર પોલીસ ગોઠવાઈ છે. દિલ્હીના ઉપરાજ્યપાલ  અનિલ બૈજલે વધુમાં વધુ 200 ખેડુતોને 9 ઓગસ્ટ સુધી વિરોધ પ્રદર્શન કરવાની વિશેષ મંજૂરી આપી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, 200 ખેડુતોના એક સમૂહને પોલીસની સુરક્ષા સાથે બસમાં સિંધૂ સીમાથી જંતર-મંતર આવશે અને ત્યા બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વિરોધ પ્રદર્શન કરશે.
 
9 ઓગસ્ટ સુધી પ્રદર્શન માટે મંજૂરી
 
દિલ્હી પોલીસના એક સૂત્રએ જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) ને આ મામલે એક શપથ પત્ર આપવાનુ કહેવામાં આવ્યું છે કે તમામ કોવીડ નિયમોનું પાલન કરવામાં આવશે અને આંદોલન શાંતિપૂર્ણ રહેશે.  બીજી બાજુ એસકેએમનુ કહેવુ છે કે સંસદનુ મોનસૂન સત્ર જો 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે તો જંતર-મંતર પર તેનુ વિરોધ પ્રદર્શન પણ અંત સુધી ચાલુ રહેશે. જો કે ઉપરાજ્યપાલે 9 ઓગસ્ટ સુધી વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપી છે
 
દરરોજ 200 ખેડુતોનો પ્રવેશ
 
આ વર્ષે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં હિંસા ફાટી નીકળ્યા પછી આવુ પહેલીવાર છે જ્યારે સત્તાધિકારીઓએ વિરોધ કરી રહેલા ખેડૂત યુનિયનનોને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. દિલ્હી વિપદા મેનેજમેન્ટ દ્વારા ઓથોરિટી દ્વારા રજુ કરાયેલા એક આદેશ મુજબ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, જે ડીડીએમએના અધ્યક્ષ પણ છે, ગુરુવારથી 9 ઓગસ્ટ સુધી અધિકતમ 200 ખેડૂતો દ્વારા સવારે 11 વાગ્યાથી સાંજના 5 સુધી જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનને મંજૂરી આપી છે.