બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (17:56 IST)

કિશનની દિકરી પર હેત વરસ્યું

ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. 
 
કિશન ભરવાડની માત્ર 20 દિવસની દીકરીને હાથમાં લઈ હર્ષ સંઘવી ભાવુક થયાં હતાં. તેમણે પરિવારની મહિલાઓની પણ મુલાકાત કરી હતી.મૃતક યુવક કિશનની 20 દિવસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ત્યારે નેતાઓ, મંત્રીઓ તથા સમાજના અગ્રણીઓ દ્વારા કિશનના પરિવારજનોની મુલાકાત લઈને દીકરીને આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર, આપના નેતા ઈસુદાન ગઢવી તથા જાણીતા બિલ્ડર વિજય ભરવાડ દીકરીની ખોળામાં લઈને રમાડી છે.