1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 જાન્યુઆરી 2022 (11:14 IST)

આજે ગુજરાતના અનેક શહેરો બંધ- આજે રાજ્યના આ ત્રણ શહેરોમાં અજંપાભરી સ્થિતિ

રાધનપુરમાં ભારેલો અગ્નિ:યુવતી પર હુમલા બાદ હિન્દુ સંગઠનનું બંધનું એલાન, હજારોની સંખ્યામાં ચૌધરી, ભરવાડ અને ઠાકોર સમાજ એકઠો થયો, શંકર ચૌધરીએ આગેવાની લીધી
 
રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની એક યુવતી પર થયેલા હિચકારા હુમલાના આરોપીઓને સજા કરવાની માંગ સાથે આજે રાધનપુરની આદર્શ વિદ્યાલય ખાતે ચૌધરી સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં રાધનપુર બંધનું એલાન અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો
 
રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ મામલે રાધનપુરની આદર્શ વિદ્યાલય ખાતે આજે ચૌધરી સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં આજે રાધનપુર બંધનું એલાન અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
 
રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કરવા મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આજે
રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુર આદર્શ વિદ્યાલયથી સવારે 11 કલાકે મહારેલી યોજી આવેદનપત્ર આપવું.
ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ
 
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. બે કટ્ટરવાદી સંગઠનો આ હત્યા કેસમાં હોવાનું સામે આવતા હવે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે. તહેરીક એ નમુને રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.આ સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીકે લબ્બેક સાથે સંબંધ છે. બીજી તરફ આ કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ધંધુકાની મસ્જિદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
આ સાથે ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાશે. આમ ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે તેવું સાગરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
 
અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં 25 જાન્યુઆરીના રોજ કિશન બોળીયા(ભરવાડ)નામના યુવકની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. વિધર્મીઓ દ્વારા કિશનની હત્યા કરવામાં આવી હોવાને પગલે સમગ્ર ધંધૂકામાં માલધારી અને ભરવાડ સમાજમાં રોષ ફેલાતા તંગદીલી સર્જાઈ હતી. સમગ્ર ધંધુકા બંધ થઇ ગયું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તેના માટે સમગ્ર જિલ્લા અને રેન્જની પોલીસ ધંધૂકામાં બોલાવવામાં આવી હતી.
 
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. કિશનની હત્યા કરનારા આરોપીઓ જેહાદી માનસિકતા ધરાવે છે અને અમદાવાદનો જે મૌલનાના ઝેર ફેલાવવાનો પણ આરોપી છે તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. આ મૌલાના પાકિસ્તાની સંગઠનો સાથે જોડાયેઓ હતો અને આ મૌલાનાએ જ મસ્જિદમાં બેસીને કિશનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. મૌલાનાએ જ આરોપીઑને હથિયાર આપ્યા હતા જેનાથી કિશનની હત્યા કરી દેવામાં આવી.