શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (14:48 IST)

આ છે દેશનુ અનોખુ ગામ, અહી કોઈપણ ઘરમાં નથી બનતી રસોઈ, જાણો 500 લોકો કેવી રીતે કરે છે ગુજારો

chandanki a unique village
chandanki a unique village
ગુજરાતમાં દેશનુ એક અનોખુ ગામ છે. આ ગામમા કોઈપણ ઘરમાં રસોઈ બનતી નથી. ખાસ વાત એ છે કે આ ગામમાં વડીલોની સંખ્યા પણ પુષ્કળ છે. 1100 લોકોની વસ્તી હતી. પણ નોકરીના ચક્કરમાં લોકોએ પલાયન કર્યુ. હવે અહી માત્ર 500 લોકો રહે છે.  પરંતુ આખા દેશમાં આ ગામ એક અદ્દભૂત ઉદાહરણ બને છે. આવો જાણીએ ગુજરાતના આ ગામની સ્ટોરી 
 
ગુજરાતના મેહસાણા જીલ્લામાં પડે છે અનોખુ ગામ ચંદન કી. આ ગામના કોઈપણ ઘરમાં રસોઈ બનતી નથી. ગામમાં એક સામુદાયિક રસોડુ છે.  અહી આખા ગામનુ ખાવાનુ બને છે. ખાવાને બહાને ગામના લોકો અહી ભેગા થાય છે. એકબીજાને મળે છે અને વાતો કરે છે. આ સામુદાયિક રસોડાને કારણે વડીલોને એકલતા દૂર કરવામાં ઘણી મદદ મળે છે. 
 
2000 રૂપિયા મહિનાની ફી 
ગ્રામીણોની રસોઈ ભાડાના રસોઈયા તૈયાર કરે છે. તેમને દર મહિને 11 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. તેમને રસોઈના બદલે બે હજાર રૂપિયા માસિક ફી ચુકવવાની હોય છે. ગામના લોકોને એરકંડીશન હોલમાં રસોઈ પીરસવામાં આવે છે. સામુદાયિક રસોડુ બનાવવામાં ગામના સરપંચ પૂનમભાઈ પટેલનુ મહત્વનુ યોગદાન છે.  આજે આ ગામનુ સામુદાયિક રસોડુ જોવા લોકો દૂર દૂરથી આવે છે. 
 
જમવામાં શુ શુ મળે છે ?
સામુદાયિક રસોઈના એસી હોલમાં એક સાથે 35-40 લોકોના ભોજન કરવાની વ્યવસ્થા છે. બપોરના ભોજનમાં દાળ, ભાત, રોટલી, શાક અને મીઠાઈ આપવામાં આવે છે.  રાત્રે કઢી-ખિચડી, ભાખરી-રોટલી-શાક, મેથીના ગોટા, ઢોકળા અને ઈડલી સાંભારની વ્યવસ્થા હોય છે. ચંદનકી ગામના લગભગ 300 પરિવાર, અમેરિકા, કનાડા અને ઓસ્ટ્રેલિયામાં વસ્યા છે.