સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (13:46 IST)

Audio: કુંવરજી બાવળિયા ભૂલ્યા ભાન

વાઘાણી બાદ હવે કુંવરજી બાવળિયા પણ ભાન ભૂલ્યા હોય એમ તેમણે તાલુકા પંચાયતનાં સદસ્ય નીતુબેન
સરવૈયાના પતિને ભવાન સરવૈયાને ફોનમાં ધમકી આપતા હોય એ રીતે વાત કરી હતી. બાવળિયાએ ભવાન સરવૈયાને કહે છે કે પૈસા માગી અને RTI કરશો તો ખાવાનો વારો આવશે, પાછા બધા ભાગબટાઈની વાતો કરો છો. 
 
જોકે આ અંગે કુંવરજી બાવળિયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ના, એમાં કંઇ છે નહીં. બીજા લોકોએ ગામના કોન્ટ્રેક્ટર પાસે પૈસા માગ્યા હતા, આથી પૈસામાં આનાકાની થઈ એટલે મેં જાહેરમાં કહ્યું કે પૈસા ન માગ્યા હોય તો આવી જાઓ, આપણે ચોકમાં મીટિંગ કરીએ. પૈસાની માગણી કરો અને RTI કરો તો ખાવાનું થાય, આપણે એક તરફ ભ્રષ્ટાચારના પૈસા માગીએ અને કામ નબળું થયાની RTI કરીએ તો એવું થોડું ચાલે.