સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 એપ્રિલ 2017 (13:51 IST)

Kutch માં ભૂકંપ બાદ Vinod Khanna એ પિડીતોને ખૂબ સહાય કરી હતી. તેમને દાળ ઢોકળી બહુ ભાવતી હતી

ભૂકંપ બાદ 2002માં વિનોદ ખન્નાએ પોતાની ટીમ સાથે સેવા અર્થે કચ્છ આવવાનું નક્કી કર્યું હતું. તે સમયે હિમાચલ પ્રદેશના ગુરુદાસપુરના તેઓ સાંસદ હતા. ગાંધીધામના રામલીલા મેદાનમાં કેમ્પ લગાડ્યો હતો અને એક મહિના સુધી પોતે રોકાઈને બધાંની જરૂરિયાત મંદોની મદદ કરી હતી. આખો દિવસ રામલીલા મેદાનમાં સામાન્ય લોકો વચ્ચે વિતાવતા, તેમની સમસ્યા સાંભળતા.કચ્છમાં ભૂંકપ બાદ વિનોદ ખન્ના એક મહિનાથી વધુ રોકાણ કરીને પીડિતોની સેવા કરી હતી. સ્થાનિક ઓશો સંન્યાસીની નર્મદાબેન વાઘેલા તેમના માટે દાલ ઢોકળી બનાવીને લઈ ગયા હતાં જે વિનોદ ખન્નાને બહુ ભાવી હતી.  

સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓનો સંપર્ક કરી તેમને પણ કાર્યમાં જોતર્યા હતા. તેમણે એક આખું ટેન્ટ સીટી ઉભું કર્યું હતું જેમાં 60 ટેન્ટ હતા. ભોજનથી શૌચાલય સુધીની તમામ સગવડ તેમાં હતી. આ ઉપરાંત ભૂકંપમાં લોકોને લાગેલા માનસિક આઘાતમાંથી ઉગારવા ઓશો, આર્ટ ઓફ લીવીંગ સહિતના આધ્યાત્મિક સંગઠનોને કેમ્પમાં ધ્યાન, સત્સંગ સહિતના આયોજનો પણ કર્યા હતાં. તે સમયે તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય અને તત્કાલીન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ધીરુભાઈ શાહ, મધુકાંત શાહ તથા અન્ય ભાજપ અને સ્થાનિક અગ્રણીઓ દ્રશ્યમાન થયા હતાં. કચ્છના ગાંધીધામના ઉદ્યોગપતિ પ્રભાત શર્મા હિમાચલ પ્રદેશના આશ્રમમાં જ્યારે વિનોદ ભારતી (વિનોદ ખન્નાનું સંન્યાસ લીધા બાદ ઓશોએ આપેલું નામ)ને મળ્યાં ત્યારે તે મુલાકાત વિશેની યાદોને મમળાવતા તેમણે જણાવ્યું કે માત્ર બોલીવુડ નહીં પરંતુ રાજકારણ ક્ષેત્રે પણ ઉચ્ચ કક્ષાએ પહોંચનારા તેઓ ખુબજ સરળતા પુર્વક મળ્યા હતા. તેમની સાથે વિતાવેલી થોડી ક્ષણોમાં તેમની સજ્જનતા, સરળતા અને આત્મીયતા છલકતી હતી.