1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (13:07 IST)

ચારા કૌભાંડના સૌથી મોટા કેસમાં લાલુ દોષી જાહેર

રાંચી CBI કોર્ટે ડોરંડા ટ્રેઝરી કેસમાં ચુકાદો આપ્યો, સજાની જાહેરાત 18 ફેબ્રુઆરીએ થશે ઘાસચારા કૌભાંડના ડોરન્ડા કેસમાં CBIની સ્પેશિયલ કોર્ટે આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ દોષિત ઠેરવ્યા છે. આ મામલો ડોરન્ડા કોષાગારમાંથી 139 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડ સંલગ્ન છે. રાંચી સ્થિત સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. હજુ સજાની જાહેરાત થવાની બાકી છે
 
950 કરોડ રૂપિયાના દેશના બહુ ચર્ચિત ચારા કૌભાંડના સૌથી મોટા (ડોરંડા ટ્રેઝરીથી 139.25 કરોડના કૌભાંડ) કેસમાં મંગળવારે આજે ચુકાદો આવી ગયો છે. CBIની સ્પેશિયલ કોર્ટે RJD સુપ્રીમો લાલુ યાદવ સહિત 75 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 24 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સજાની જાહેરાત 18 ફેબ્રુઆરી થશે. RJD સુપ્રીમોને દોષિત જાહેર કર્યાની માહિતી બહાર આવતા પટનાથી લઈને રાંચી સુધીમાં સમર્થકો નારાજ થઈ ગયા હતા.કોર્ટમાં સુનાવણી પહેલાં લાલુના વકીલ પ્રભાત કુમારે કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવની ઉંમર 75 વર્ષ કરતા વધારે છે. લાલુ યાદવ હાલ જેલ જવાની સ્થિતિમાં નથી. આ સંજોગોમાં કોર્ટમાંથી રાહત મળવાની અપેક્ષા છે. પહેલાના કેસમાં સંજોગો અલગ હતા, હવે સંજોગો અલગ છે. આ કેસમાં 10 મહિલા આરોપી પણ છે.29 જાન્યુઆરીએ CBIના સ્પેશિયલસ્ટિસ એસ.કે. શશિએ કોર્ટની દલીલ પૂરી થયા પછી 15 ફેબ્રુઆરી સુધી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. દરેક આરોપીઓને કોર્ટમાં ફિઝિકલ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુનાવણીમાં હાજર રહેવા લાલુ 2 દિવસ પહેલાં 13 ફેબ્રુઆરીએ રાંચી પહોંચી ગયા હતા